કાલોલ તાલુકામાં વરસાદના કારણે વૃક્ષો પડવાથી રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

શુક્રવારની રાત્રે કાલોલ તાલુકામાં વરસાદ પડવાથી મલાવ રોડ ઉપર અલવાથી કંડાચ તરફ જવાના માર્ગે એક લીમડાનું વૃક્ષ તૂટી પડતાં લોકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. રસ્તાની વચ્ચોવચ તોતિંગ લીમડાનું ઝાડ પડવાથી સંપૂર્ણપણે આ રસ્તો બંધ થઈ જવા પામેલ તો બીજી તરફ ગોધરા હાઇવે પર દેલોલ હાઈસ્કૂલ પાસે પણ એક વૃક્ષ પડવાથી ધોરીમાર્ગના વાહન વ્યવહારને અસર પડી હતીજોકે બીજી તરફનો રોડ ખુલ્લો કરી એક તરફી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે આ પડી ગયેલ ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાય તેવી આ વિસ્તારના લોકોની માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here