કાલોલ તાલુકામાં બે ગામોમાં ખેતર ખેડવા બાબતે પિતરાઈ કુટુંબો વચ્ચે ઝઘડો થતાં કુલ ૩ પોલીસ ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના મધવાસની મુવાડી ખાતે રહેતા લક્ષ્મણભાઈ શંકરભાઈ ગોહિલ પોતાનું ખેતર ખેડવા ગયેલા ત્યારે તેઓના ભત્રીજા સુરેશભાઇ રામાભાઇ ગોહિલએ તેઓને ખેતરમાં પાળો બાંધવા બાબતે ગંદી ગાળો બોલી લક્ષ્મણભાઈ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈને લાકડી વડે હુમલો કરતાં તથા જુગીબેન સુરેશભાઈ, રઈબેન રામાભાઇ અને દક્ષાબેન સુરેશભાઈએ પણ લક્ષ્મણભાઈ અને તેમને છોડાવવા આવેલા અમરતબેન ને પણ ગદડા પાટું મારી પાડી દઈ મારી નાખવાની ધમકી આપી. લક્ષ્મણભાઈ ના ડાબા હાથના તથા જમણા હાથના ભાગે અને કાડા ભાગે વાગેલું જે અંગેની ફરિયાદ ચાર વ્યક્તિ વિરૂધ્ધ નોંધાવેલ છે. જ્યારે તમે તેમની સામે ક્રોસ ફરિયાદ કરતા દક્ષાબેન સુરેશભાઇ રામાભાઇ ગોહિલે ફરિયાદ નોંધાવતા જણાવેલું છે સુરેશભાઈ ખેતરમાં કામ કરતા હતા ત્યારે લક્ષ્મણભાઈ તથા અમરતબેન અને જયેશ ત્રણેય ભેગા મળીને ખેતરમાં પાળો પણ બાબતે બોલાચાલી કરી ગાળો બોલી લાકડી વ ડે મારે મારતા બરડાના ભાગે ઇજાઓ થઇ હતી પોલીસે બંને ફરિયાદ રજિસ્ટર કરી તપાસ હાથ ધરી છે જ્યારે કાલોલ તાલુકાના અન્ય એક બનાવમાં પણ કૌટુંબીક ભાઈઓ કાલોલ તાલુકાના મોકળ ગામમાં મોટા ફળિયામાં રહેતા વિઠ્ઠલભાઈ ગણપતસિંહ ચૌહાણ ઉ. વ.૬૦ કે જેઑ ગામની નજીક આવેલ બોડીદ્રા ની સીમ માં ઘણા સમયથી ખેતર ખેડતા હતા તેઓ ગત શુક્રવારે રાત્રે જમી પરવારીને સુઈ ગયા હતા ત્યારે તેઓના કાકાના દીકરા ચંદુભાઈ અનુપ તથા અશ્વિનભાઈ પર્વતસિંહ તથા ચંદુભાઈ નો દીકરો કે જે ચોટલી તરીકે ઓળખાય છે તે રાત્રે વિઠ્ઠલભાઈ જે ખેતર ખેડે છે તે ખેતર ખેડવાનું ચાલુ કરતા વિઠ્ઠલભાઈ તમે લોકો રાત્રે ખેતર ખેડો છો સવારે ખેડતા નથી આ ખેતરમાં તમારો કોઈ ભાગ નથી એમ કહેતા ચંદુભાઈ અનુપસિંહ અશ્વિનભાઈ પર્વતસિંહ અને ચોટલી એ બધા અલ્પેશભાઈ દલપતભાઈ ભેગા મળી લાકડી, ગધેડા પાટુ નો માર તથા લોખંડની નરાશ વડે હુમલો કરી વિઠ્ઠલભાઇના ડાબા પગે અને તેમની પત્ની મણીબેન ને પણ નરાશ ના ફ્ટકા મારી ડાબા હાથે તથા કમરના ભાગે ઇજા પહોંચાડી ગંદી ગાળો બોલી આજે તો તને જીવતો ન થી છોડવો આના છોકરા વિક્રમસિંહને પણ મારી નાખો એવી બૂમો પાડતા તેમનો છોકરો વિક્રમસિંહ ગભરાઈને ઘરની બહાર દોડી ને નાસીને બહાર નીકળી બૂમાબૂમ કરતા હુમલો કરનારા નાસી ગયેલા અને જતા જતા ધમકી આપતા હતા કે હવે પછી ખેતર ખેડવાનું ના પાડશો તો જીવતા નહીં છોડીએ. ને જો પોલીસ ફરિયાદ કરી છે તો ઘરે આવીને મારીશુ એવી ધમકી આપતા ૧૦૮ મારફતે કાલોલ સરકારી દવાખાનામાં દવા સારવાર કરાવી શનિવારના રોજ કલોલ પોલીસ મથકે હાજર થઈ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી ચંદુભાઈ અનોપસિંહ, અશ્વિનભાઈ પર્વતસિંહ તથા ચંદુ ભાઈ નો છોકરો ચોટલી અલ્પેશભાઈ દલપતભાઈ તમામ રહેવાસી મોકળ તાલુકો કાલોલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here