કાલોલ તાલુકામાં બે કોરોના પોઝીટીવ કેસ અંતર્ગત તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે ૨૨૬ ટેસ્ટ સેમ્પલો અને ૨૭૫ વ્યક્તિઓને કવેરોન્ટાઈન કરવામાં આવ્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના એરાલ ગામમાં પોઝીટીવ કેસ અંગે તંત્રની કામગીરીને જિલ્લા કલેકટરે સ્થળ સમીક્ષા કરી

કાલોલ વિસ્તારમાં લોકડાઉનના સાઈઠ દિવસો પછી અચાનક ગત અઠવાડિયે તાલુકાના એરાલ ગામમાં અમદાવાદથી આવેલ વૃદ્ધ મહિલા અને એક વેજલપુરમાં સત્તાવીસ વર્ષિય યુવક એમ બે પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા તંત્રએ સંક્રમણને રોકવા માટે સાબદા બની પાછલા ચાર દિવસમાં અસરકારક કામગીરી હાથ ધરી હતી. આ બન્ને પોઝીટીવ કેસોને ધ્યાનમાં રાખીને સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અગાઉ તાત્કાલિક અસરથી બન્ને ગામોના અસરગ્રસ્ત એવા કન્ટેનમેન્ટ વિસ્તારોને સીલ કરી દીધા હતા. તદ્ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગ રૂપે બન્ને ગામોમાં કન્ટેનમેન્ટ વિસ્તારમાં એક એક કાયમી સર્વે કરતી ટીમ સાથે ૨૬ જેટલી ટીમો બનાવી કોરોના ટેસ્ટ અંતર્ગત (સોમવારે ૨૩ જેટલા સેમ્પલ લઈને) ચાર દિવસમાં કુલ ૨૨૬ જેટલા સેમ્પલ લીધા હતા. જે મધ્યે વેજલપુર ખાતેના પ્રોઝેટીવ કેસ અંતર્ગત ૧૫ જેટલી ટીમો તૈનાત કરી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ ૧૯૫ લોકો પૈકી ૧૪ વ્યક્તિઓને સરકારી કવેરોન્ટાઈન, ૬ પોલીસ કસ્ટડીમાં આરોપી સાથે સંપર્કમાં આવેલા અન્ય આરોપીઓને કસ્ટડી કવેરોન્ટાઈન હેઠળ અને વેજલપુર પોલીસ સ્ટેશનના એક પોસઈ સહિત ૧૭૫ વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન (જેમાં ૨૮ જેટલાં ઘોઘંબા તાલુકાના પણ નાગરિકોનો સમાવેશ થાય છે) કરવામાં આવ્યા હતા.
જયારે કાલોલ તાલુકાના એરાલ ગામના પોઝીટીવ કેસ બાબતે ૧૧ ટીમો બનાવી ૫ વ્યક્તિઓને તાજપુરા ખાતે સરકારી કોરેન્ટાઈન સાથે કુલ ૮૦ જેટલા લોકોને કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે એરાલ ગામના પોઝીટીવ કેસ બાબતે જીલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તકેદારીના પગલા અંગેની સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here