કાલોલ તાલુકામાં કોરોનાનો બીજો કેસ સામે આવતા ચિંતાનું મોજું….વેજલપૂરમાં એક યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર ખાતે કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ વેજલપુર ખાતે દોડી આવ્યા

કાલોલમાં એરાલ ગામમાં તાજેતરમાં એક કોરોના પોઝિટિવ કેસ બન્યાની શાહી સુકાઇ નથી ત્યાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલ એક ગુનાનો આરોપી સદ્દામ યુસુફ ગોધરીયા રે.નાના પટેલ વાડા વેજલપુર તા કાલોલ ઉ.વ.૨૭ કે જે ગૌ વંશની તસ્કરી નો આરોપ હેઠળ વેજલપુર પોલીસ મથકે નોંધાયો હતો જેનો તારીખ ૨૭ ના રોજ સરકારી નિયમ મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ કોરોઉ પોઝિટિવ આવવાથી સમગ્ર વેજલપુર ગામ અને વેજલપુર પોલીસ મથક મા સનસનાટી મચી ગયેલ છે આરોગ્ય વિભાગ દ્વારા સદર દર્દીને ગોધરા મુકામે ખસેડવામાં આવેલ છે. તથા દર્દી ના ધરે તથા ફળિયામાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે ચાલુ કરવામાં આવેલ છે કોરોના પોઝિટિવ દર્દી ના સગાસબંધી એટલે કે પત્ની-બે બાળકો તથા તેના માતા-પિતા તથા અન્ય ત્રણ ને પણ ૧૪ દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવનાર છે. તથા સદર દર્દીના સંપર્કમાં આવનાર પોલીસ સ્ટાફ પણ કોરોન્ટાઈન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સદર પોઝિટિવ દર્દી ના માતા પિતા પારેખ ફળિયા ખાતે રહેતા હોવાથી આ પારેખ ફળિયાનો સમગ્ર વિસ્તાર સંક્રમણ અટકાવવા માટે પતરા નુ સીલ મારી બંધ કરવામાં આવેલ છે. વેજલપુર ખાતે આજરોજ પ્રાંત અધિકારી, કાલોલ મામલતદાર ,નાયબ મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સરપંચ ,બંને તલાટી અને આરોગ્ય વિભાગના ડોક્ટર દોશી તથા તમામ ટીમ દોડી આવી હતી અને સર્વે નું કામકાજ શરૂ કર્યું હતું. સદરહુ કોરોના દરદીના કારણે નાનકડા વેજલપુર ગામ માં અને વેજલપુર પોલીસ સ્ટાફ માં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here