કાલોલ તાલુકાના સુરેલી ગામના સરપંચ એવા ચેતનાબેન ઠાકોર દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે વહાવી ગરીબોની વ્હારે આવ્યા…

કાલોલ (પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક દાનવીરોનીએ પોતાના ખજાનાઓ લોકો માટે ખુલ્લા મૂકી દીધા હશે…!!! પણ એ તમામ બાબતો જે તે વિસ્તાર કે પછી સીમાડા પુરતી સીમિત લેખાઈ હશે…!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. જેને ધ્યાને લીધા વગર આવા કપરા સમયમાં અનેક માનવતાના યોધ્ધાઓ દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે વહાવી રહ્યા છે. જેથી આજે જે ઈતિહાસ લેખાઈ રહ્યો હશે એ સમગ્ર વિશ્વનાં ખૂણે-ખૂણેમાં છુપાયેલી કલમો થકી એક જેવો જ …એકી સાથે અને એક જ વિષય પર લેખાય રહ્યો હશે…!! જેમાં કાલોલ તાલુકાના સુરેલી ગામના સરપંચ એવા ચેતનાબેન ઠાકોરનું નામ મોખરે લેખાશે એમાં કોઈ બે મત નથી..!!

અમારા પ્રતિનિધિ થકી મળતી માહિતી મુજબ હાલ કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન ગરીબ અને રોજમદારોને ઘણી તકલીફ પડી રહી છે ત્યારે કાલોલના સુરેલી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન ઠાકોર દ્વારા ગામના નાયકવાસ અને બામણિયાવાસમાં રહેતા છુટક મજુરી કામ કરતા શ્રમજીવીઓને હીરો મોટો કોર્પના સહયોગથી દરરોજ ૩૦૦ ફુડપેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી આસપાસ અનેક ગામો સહીત સમગ્ર પંથકમાં સુરેલી સરપંચના માનવતાપ્રિય કામની સરાહના કરવામાં આવી રહી છે.અને જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવાની છે તેવું સરપંચ દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here