કાલોલ તાલુકાના સાતમણા ગામની કેનાલમાંથી શહેરાના યુવાનની લાશ મળતા ચકચાર…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના સાતમણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે બપોરે એક લાશ તરતી હોવાનું જાણવા મળતા કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશ બહાર કઢાવી વાલી વારસોની તપાસ કરાવતા આ લાશ શહેરા ના રોહિત ફળીયા માં રહેતા નરેન્દ્રકુમાર કાંતિલાલ પરમાર ઉ.વ.૨૪ ની હોવાનું જાણવા મળ્યુ હતું. મરનાર તા ૧૩/૦૫ થી તા ૧૫/૦૫ ના ગાળા માં કોઈપણ સમયે કેનાલ માં કોઈક કારણે પડતા ડૂબી જતાં શ્વાશોશ્વાસ ની ક્રિયા બંધ થઈ જતા મરણ પામેલ જેની અકસ્માત મોત ની નોંધ તેના પિતા કાંતિલાલ ગાંગાભાઈ પરમારે કરાવતા કાલોલ ના એ.એસ.આઈ અશ્વિનભાઈ એ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here