કાલોલ તાલુકાના નાની કાનોડ ગામે ખેડૂતના બંને હાથ કટર મશીનમાં આવી જતા ગંભીર ઇજાગ્રસ્ત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના નાની કાનોડ ગામ માં રહેતા પર્વતસિંહ ગેમસિંહ ચૌહાણ ગત તા ૧૬/૦૫ ના રોજ સવારે બાજરીના પૂળા માટે ટ્રેક્ટર સાથે ના કટર મશીન બોલાવી કામ કરતા ઘાસ કાપવાના મશીન માં બન્ને હાથ આવી જતા કોણી થી નીચે ના ભાગ ના હાથ કપાઈ જતા ગંભીર રીતે ઇજા થતાં કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે અંગે ની જાણ કાલોલ પોલીસ સ્ટેશનમાં નટવરસિંહ ગેમસિંહ ચૌહાણે કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી સણસોલી આઉટ પોસ્ટ જમાદાર અશ્વિનભાઈ એ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here