કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા જાહેર હિતમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ જે પૈકી લગ્ન પ્રસંગે જીલ્લાના પ્રાંત અધિકારી દ્વારા ૫૦ વ્યક્તિઓ લગ્નમાં હાજર રહીને લગ્ન વિધિ કરી શકે તેવી શરતોએ મંજૂરી મળતી હોય છે.ત્યારે કાલોલ તાલુકાના દેલોલના દિપકભાઈ અરવિંદલાલ શાહ ના પુત્ર કૃણાલ ના લગ્ન ડીમ્પી સાથે તા ૧૭/૦૫ ના રવિવારે રામનાથ મહાદેવ ના મંદિર માં સરકાર ની મંજૂરી મેળવી સરકારી ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન કરી સોસીયલ ડિસ્ટન્સ જાળવી, મોઢા ઉપર માસ્ક પહેરીને સીમીત માણસો ની હાજરીમાં સંપન્ન થયા હતા લગ્ન માં વરવધૂ અને ગોર મહારાજ સહિત તમામે માસ્ક પહેર્યાં હતા લગ્ન સ્થળ ને સંપૂર્ણ રીતે સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું અને લોકડાઉન માં આ નવદંપતી એ પોતાના નવા લગ્ન જીવન ની શરૂઆત કરી હતી.