કાલોલ તાલુકાના કંડાચ ગામના ૫ સહિત સમગ્ર તાલુકાના ૪૦ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ ના કંડાચ ગામના યુવાન નટવરસિંહ જશવંતસિંહ ગોહિલ (ઉ. વર્ષ ૪૨)ને તેમની બે દિવસની બિમારીને પગલે ગત ગુરુવારે સવારે દેલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન લોહીની ઉલ્ટીના અંતે મોત નિપજ્યું હતું. કાલોલ તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે કંડાચ ગામના મૃતકના ૫ જેટલા પરિવારજનોને ગોધરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તપાસ હાથ ધરી આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા ચાર દિવસ થી કાલોલ તાલુકાના ૩૫ વ્યક્તિ નો કોરોના સેમ્પલ મેળવવામાં આવેલ આમ કુલ ૪૦ સેમ્પલ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા વહીવટી તંત્ર એ રાહત ની લાગણી અનુભવી હતી. જ્યારે હાલમાં ક્વોરોન્ટાઈન કરેલ વ્યક્તિઓ નો પણ ટેસ્ટ રિપોર્ટ મેળવવા માં આવશે તેવું તાલુકા આરોગ્ય વિભાગ ના અધિકારી દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here