કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના એક ગામની 16 વર્ષની સગીર બાળાને મંગળવારે બપોરે તેના કાયદેસરના વાલીપણા માંથી સમજાવી-પટાવી લલચાવી લગ્ન કરવાના ઈરાદે તેણી સગીર હોવાનું જાણવા છતાં તથા તેની દલિત હોવાનું જાણવા છતાં પણ લગ્ન કરવાના ઈરાદે વાલીપણા માંથી ભગાડી ગયેલ કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામના ગુલાબસિંહ કિરણસિંહ ચૌહાણ વિરૂદ્ધ સગીર બાળાની માતાએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબ અપહરણની જુદી-જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી તેની તપાસ એસ.સી એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ગોધરાને સોંપવામાં આવી છે.