કાલોલ : કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપે રમઝાન માસના તમામ રોજા રાખતા એક હિન્દુ કર્મચારીનું માનભેર સન્માન…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં આવેલી રૂમી ડીઝલ નામની અમીરભાઇ શેખ ની દુકાનમાં કામ કરતા સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ ઠાકોર ઉંમર વર્ષ 65 મૂળ રહેવાસી તરસાલી હાલ રહેવાસી વૃંદાવન સોસાયટી કાલોલ ના ઓ એ રમઝાન માસ ના તમામ ૩૦ દિવસના રોજા રાખી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડેલ છે હાલ જ્યારે દેશમાં હિંદુ-મુસ્લિમ એકતાની તાતી જરૂર છે ત્યારે હિન્દુ બિરાદર દ્વારા તમામ રોજા રાખી માનવજાત ને કોરોના ની બીમારી થી જલ્દી થી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. કુદરતી પ્રેરણા થી તેઓએ પવિત્ર રમઝાન માસ ના રોજા રાખેલ તમામ ધર્મો નું મૂળ એક જ છે અને ઈશ્વર પણ એક જ છે તેવો દ્રઢ વિશ્વાસ સાથે તેઓએ રોજા રાખેલ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે રમઝાન ઇદને દિવસે આ કર્મચારીનુ તેના માલિક દ્વારા સન્માન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here