કાલોલ કોંગ્રેસ દ્વારા ચોક્કસ સમય માટે તમામ પ્રકારના વેરા માફ કરવા માટે મામલતદારને આવેદન…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે ચાર તબક્કામાં લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે ઘણા બધા લોકોને ઘરે બેસવાનો વારો આવેલ છે. ગરીબ અને મધ્યમ વર્ગ તથા મજુરીયાત વર્ગની આજીવિકા લગભગ છીનવાઈ ગઈ છે. તેઓની બચત લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ છે ત્યારે સરકારની બંધારણીય ફરજ છે કે આવા નાગરિકોની પડખે રહી સહાય કરે. કોંગ્રેસ પક્ષ સરકાર સમક્ષ આવેદનપત્ર આપી માંગણી કરે છે કે માર્ચ 2020 થી જુન 2020 સુધીના તમામ પ્રકારના વેરા લાઈટબીલ , ઘરવેરો, નગરપાલિકા વેરો, મિલકત વેરો ,પાણી વેરો માફ કરવામાં આવે આ ઉપરાંત ખાનગી શાળાઓની પ્રથમ સત્ર ફી પણ માફ કરવામાં આવે કૃષિ ધિરાણ લીધેલ ખેડૂતોને પણ રાહત આપવામાં આવે તથા ધીરાણ ની મુદતમાં વધારો કરવામાં આવે આ બાબતે સરકાર માનવીય અભિગમ દાખવી પ્રજાની પડખે રહી ધટતુ કરે તે માટે કોંગ્રેસ પક્ષના કાલોલ તાલુકાના અગ્રણી હોદ્દેદારોએ કાલોલના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here