કાલોલ : એમ.જી.વી.સી.એલ ના કર્મચારીઓ માસ સી.એલના કાર્યક્રમમાં જોડાયા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એમજીવીસીએલના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ સુખદ સમાધાન ન થતા સમગ્ર રાજ્યના ત્રણે યુનિયન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જી ઈ બી એન્જિનિયર્સ એસોસિએશન અને સુપરવાઇઝરી સ્ટાફ એસોસિએશન, ગુજરાત ઊર્જા સંકલન સમિતિ મારફતે બુધવારથી માસ સી. એલ મૂકી કામકાજથી અળગા રહેવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સમગ્ર રાજ્યમાં આશરે સાડા ત્રણ હજાર જેટલા કર્મચારીઓ સામૂહિક સી એલ પર ઉતરવાના હતા ત્યારે કાલોલ ખાતેની એમ.જી.વી.સી.એલ ની સબ ડિવિઝન ઓફિસમાં તમામ કર્મચારીઓ પણ માસ સીએલના કાર્યક્રમમાં જોડાયા હતા અને કચેરીના પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. બુધવારે યુનિયન મારફતે કોર્પોરેટ ઓફિસ સર્કલ ઓફિસ ડિવિઝન ઓફિસ અને સબ ડિવિઝન ઓફિસ ખાતે આ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવશે જોકે સરકારે એસ્મા લાગુ કરીને આ હડતાલને નિષ્ફળ બનાવવા માટેનું શસ્ત્ર ઉગામ્યું હતું તથા શિસ્ત ભંગના પગલાં અને પગાર કાપી લેવાની ચીમકી પણ સરકાર તરફથી ઉચ્ચારાઈ હતી. કાલોલની એમજીવીસીએલ સબડિવિઝન કચેરી ખાતે કર્મચારીઓએ કામકાજથી અળગા રહી સૂત્રોચ્ચાર કરી પોતાના યુનિયન દ્વારા જાહેર કરાયેલ હડતાળને ટેકો આપ્યો હતો. જોકે હાલ ચોમાસાની સિઝન હોય કોઈ ગંભીર ફોલ્ટ કે પ્રી મોનસુનની કામગીરીના કિસ્સામાં વીજળી ગુલ થઇ હોત તો એક સમયે લોકોને હાલાકી ભોગવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here