કાલોલ અમૃત વિદ્યાલયમાં વાલીઓએ ભેગા થઈને ફી ની ઉઘરાણી તથા અન્ય બાબતે આવેદનપત્ર આપ્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના આટા ગામ પાસે આવેલ અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય દ્વારા વાલીઓ ઉપર લોકડાઉન અને લોકડાઉન બાદના સમયગાળાની ફી માટે મેસેજ મોકલી, સર્ક્યુલર મોકલી, ઓનલાઇન મીટિંગ કરી ફી ભરી જવા બાબતે ઉઘરાણી થતા સરકારના નિયમ વિરુદ્ધ ઉઘરાણી થતી હોવાથી આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સોમવારે એક આવેદનપત્ર શાળાના પ્રિન્સીપાલને આપવામાં આવેલું જેની એક નકલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ ને પણ મોકલી આપી હતી. સદર આવેદનપત્રમાં ૧૨૭ વિદ્યાર્થીઓના ૯૦ જેટલા વાલીઓએ પોતાની સહી કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઓનલાઇન ના નામે થતી ફીની ઉઘરાણી બંધ કરવા મોબાઈલ અને ઈન્ટરનેટ મારફતે ઝુમ એપ્લિકેશન થી થતું શિક્ષણકાર્ય તાકીદે બંધ કરવા. હાલના સમયમાં સ્કૂલ બંધ હોવાથી સ્કૂલ દ્વારા લગાવવામાં આવેલ યોગા ફી, કોમ્પ્યુટર ફી, લાયબ્રેરી ફી,ભોજન ની ફી સદંતર બંધ કરવા આ સમયગાળામાં વાલીઓ પાસે આવકનો કોઈ સ્રોત ન હોય નાણાની ઉઘરાણી બંધ કરવા તથા શાળામાં વાલી પ્રતિનિધિ તરીકે વાલી મંડળની રચના કરવા તથા સરકારી નીતિ-નિયમો મુજબ ફી નું નવું માળખું નક્કી કરવા ની માંગણી કરવામાં આવેલ છે જે કોઈ વાલીઓએ એપ્રિલ-મે ની ફી ભરી હોય તેવા વાલીઓને ફી રીફંડ કરવા માટે આવેદનપત્ર આપેલ છે સરકાર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ ખાનગી શાળાઓ વાલીઓ પાસે હાલની વિકટ પરિસ્થિતિમાં પણ ફી ભરી જવા માટેની કડકાઈ કરે છે અને ફી નહીં ભરે તો ઓનલાઇન અભ્યાસક્રમમાં સામેલ નહીં કરવાની ધમકીઓ આપે છે જેને પરિણામે આવેદનપત્ર આપેલ છે શાળાના આચાર્ય વિપીનભાઈ બારીયા એ આવેદનપત્ર સ્વીકારી વાલીઓની માંગણી ટ્રસ્ટી મંડળ સુધી પહોંચાડવા ખાતરી આપી છે. સ્કૂલ દ્વારા દીન પાંચમાં યોગ્ય જવાબ નહીં મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here