કાલોલ અને વેજલપુરમાંથી ૧૫ લોકો જમાતમાં જઈ પરત આવતા આરોગ્ય તંત્ર દ્વારા તમામને ક્વોરોન્ટાઈન કરાયા…

કાલોલ,(પંચમહાલ)
પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

પંચમહાલ જીલ્લાના વેજલપુરમાંથી અન્ય રાજ્યોમાં ગયેલા જમાતીઓ પરત આવતા તેઓને તંત્ર દ્વારા કવેરોન્ટાઈન કરવામા આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જે અંતર્ગત કાલોલ શહેરના ૯ જમાતીઓ તેમની ૪૦ દીવસની જમાતમાં તામિલનાડુ રાજ્યમાં ગયા હતા. જ્યારે વેજલપુરમાંથી ૬ જમાતીઓ પંજાબના મોહાલી ખાતે ગયા હતા. જેઓને ૨૨ માર્ચ પછી ગુજરાતમાં પરત ફરવાનું હતું પરંતુ લોકડાઉનને કારણે જેતે રાજ્યમાં રહી ગયા હતા. તદ્ઉપરાંત લોકડાઉન દરમ્યાન તેઓ જે સ્થળોએ રોકાયા હતા એ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા તેઓને કોરોના ટેસ્ટ અને કવેરોન્ટાઈન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું તેવું તંત્રને જણાવ્યું હતું. જે અંગે પાછલા અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં ફસાયેલા જમાતીઓ અંગે પરસ્પર રાજ્ય સરકારો વચ્ચેની નોંધણી અને પરિવહન વ્યવસ્થાને આધારે જમાતીઓ રવિવારે સવારે કાલોલ પરત ફર્યા હતા. જે માહિતીને આધારે વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા વેજલપુરના ૬ જમાતીઓને વેજલપુરની યુસુફી મસ્જીદમાં કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે કાલોલના ૧૦ જમાતીઓને વહીવટી તંત્ર દ્વારા તેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં એકત્ર કરી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ત્યાં સ્કિનિંગ અને સેમ્પલ લઈને જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી આ તમામ જમાતીઓને ગોધરા ખાતે જ કવેરોન્ટાઈન કરવામાં આવશે તેવી તાલુકાના આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રએ જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here