કાલોલમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરનાર ૪ દુકાનદારો અને માસ્ક વગર ફરતા ૭ નાગરિકો પાસેથી પાલિકાએ દંડ વસુલ્યો…

કાલોલ,(પંચમહાલ)
પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

પાલિકા તંત્રએ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનારાઓને સબક સીખવ્યો… કલમ ની સરકાર ન્યુઝ વેબ પોર્ટલના અહેવાલની અસર…

કાલોલ નગરમાં દુકાનદારો અને નાગરિકો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી લોકો મનફાવે તેમ બજારમાં ફરતા હોવાનું તથા પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી ન અભાવે તમામ લોકો દુકાન ખોલતા હોવાનો અહેવાલ કલમની સરકાર પોર્ટલમાં તા ૧૨/૦૫ એટલે કે આજ રોજ પ્રસિદ્ધ થતા જ કાલોલ નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું મંગળવારે સવારે પાલિકા પ્રમુખ કિરીટભાઈ તથા મુખ્ય અધિકારી મહેન્દ્રભાઈ સોલંકી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે કાલોલના વિવિધ વિસ્તારમાં ફરી સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા ચાર દુકાનદારોને તથા માસ્ક વગર રખડતા સાત નાગરિકોને સ્થળ ઉપર જ પાવતી આપીને દંડ વસુલ્યો હતો. નગરપાલિકાનું વાહન આવતું જોઈ બિન આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો ખોલી બેસેલા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને ફટાફટ પોતાની દુકાનો બંધ કરવા લાગ્યા હતા. પાલિકા જો આ રીતે જ નગરમાં કાયદાનું પાલન કરાવે તો લોકડાઉન ખુલ્યા બાદ પણ લોકોમાં આપોઆપ સાવચેતી રાખવાની આદત પડશે તેમ જાણકારોના મુખે ચર્ચાઈ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here