કાલોલમાં સામાન્ય બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે સામસામે પથ્થર મારો….પોલીસે 6 વ્યક્તિઓની કરી અટકાયત…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા રસ્તા ઉપર બાંધવામાં આવેલ આળશો દુર કરવા બાબત બોલાચાલી થતા સામસામે તકરારમાં પથ્થરમારાનો બનાવ બન્યો..

બનાવની જાણ થતા જ પ્રો.આઈ.પી.એસ પુજા યાદવ કાલોલ અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એ.પરમાર પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા..

કાલોલ નગરમાં આવેલ કસ્બા વિસ્તારમાં એક્જ કોમના બે જૂથો વચ્ચે તકરારમાં સામસામે પથ્થરમારાના બનાવ બન્યો હતો પોલીસે સ્થળ પર આવી આ મામલાને થાળે પાડ્યો હતો લઘુમતી વિસ્તારમાં હાલમાં મુસ્લિમોનું પવિત્ર રમજાન માસ ચાલતો હોવાથી આ વિસ્તારના લોકો બહાર નીકળવાનું ટાળે છે અમુક લોકોને વાત કરતા આ વિસ્તારના લોકો કાયદાનો અમલ કરે છે પરંતુ અમુક લોકો જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે આ વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાના બાબતમાં અમુક લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું ગતરાત્રીના સાંજના સમયે આ વિસ્તારના લોકો વચ્ચે ચાર રસ્તા ઉપર બાંધવામાં આવેલ આળશો દુર કરવા બાબત બોલાચાલી થઈ હતી જેના કારણે બન્ને પક્ષો વચ્ચે સામસામે તકરારમાં પથ્થરમારાના બનાવ બન્યો તેને લઈને વાતાવરણ બગડતા તાત્કાલિક કાલોલમાં ફરજ બજાવતા પ્રો.આઈ.પી.એસ પુજા યાદવ કાલોલ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એ.પરમાર સાથે પોલીસ જવાનો ઘટનાસ્થળે આવી આ મામલાને થાળે પાડ્યો હતો અને ધટના સ્થળે થી (૧) અલ્તાફ હુશેન સિંધી(૨) ઇરફાન ઇસુબ બેલીમ(૩)ફજલ જહીરભાઇ મીરઝા (૪) ઇકબાલખાન ઇસુબખાન પઠાણ(૫)કલીમખાન ઇકબાલખાન પઠાણ (૬) આશીફખાન ઇકબાલખાન પઠાણ આ તમામ ની ધરપકડ કરી આ ઇસમો વિરુદ્ધ ગુનાહિત કલમો અને જાહેરનામાનો ભંગ ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યું છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી નજર રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here