કાલોલમાં વાહનોની ટક્કર વડે ઈજા પહોચાડી નાસી જવાના બે બનાવો…પોલીસે તપાસ શરૂ કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકામાં બે દિવસમાં અકસ્માત કરી નાસી જવાના બે બનાવો બનેલા શુક્રવારે બપોરના ૨:૦૦ કલાકે મલાવ ચોકડી પાસેથી ચાલીને પસાર થતો રોડ ક્રોસ કરતા ગુલાબભાઈ ઉર્ફે રાજુભાઈ કાભાઈ નાયક ઉ. વ.૩૨ ચાલીને કાલોલ તરફ હતો તે દરમિયાન કાલોલથી હાલોલ તરફ જતા અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી ટક્કર મારી રોડ પર પાડી દઈ મોઢાના ભાગે તથા માથાના પાછળના ભાગે નાની મોટી ઇજાઓ કરી પોતાનું વાહન લઇને નાસી છુટેલ જ્યારે બીજા બનાવમાં શનિવારે ૧૧:૧૫ કલાકે સાગાના મુવાડા ગામે મોટર સાયકલ નંબર જી.જે ૧૭ બી. ડી ૬૩૦૬ ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે સણસોલીથી કાલોલ તરફ જવાના રસ્તા પર ધર્મેન્દ્રસિંહ નાનસિંહ સોલંકી ઉ. વ.૨૫ રે. નાની પીંગળી ગામના ને જમણા પગના તથા નાળાના ભાગે ઈજાઓ પહોંચાડી નાસી છૂટી ગુનો કરતાં બંને બનાવો અંગેની કાલોલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે અને અકસ્માત કરી નાસી છુટનાર વાહન ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here