કાલોલમાં વધુ એક કોરોના પોઝીટીવ વ્યક્તિ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત આવ્યો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેરના પટેલ ફળીયા વિસ્તારમાં મોબાઈલના ધંધા સાથે સંકળાયેલ પરેશકુમાર સુરેશભાઈ પટેલ ૪૦ વર્ષિય ધંધાદારી યુવકનો રિપોર્ટ પોઝીટીવ હોવાની તંત્ર દ્વારા તા-૨૪/૬ ના રોજ પુષ્ટિ કરવામાં આવી હતી. જે અંગેની જાણકારી મુજબ અસરગ્રસ્ત યુવકને પથરી સંલગ્ન સામાન્ય બીમારીને પગલે તબીબી સારવાર અર્થે વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેમ્પલ અંગે ખાનગી હોસ્પિટલ સંલગ્ન ખાનગી લેબોરેટરીમાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે અંગે કાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલ માંથી કોરોનાને માત આપી મંગળવારે રાત્રે પોતાના સ્વગૃહે પરત ફર્યા હતાં. આમ કાલોલ શહેરમાં ૧૦ કેસ પોઝીટીવ નોંધાયા હતા. જે પૈકી ૧ મોત અને ૭ રિકવર સાથે હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ હોવાની તંત્રએ જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here