કાલોલમાં લોકડાઉન-૪ માં ઓડ ઈવન મુજબ દુકાનો ખોલવા નગરપાલિકા દ્વારા નંબરના સ્ટીકરો લગાવાયા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના મહામારી વચ્ચે સરકારે લોકડાઉન-૪ માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેમાં સોસીયલ ડિસ્ટન્સ ઘણું મહત્વનું પરિબળ છે ભીડભાડ ન થાય તે શરતે દુકાનમાં વેપાર કરવાની છૂટ આપી છે કાલોલ નગરમાં દૂધ ,શાકભાજી અને મેડિકલ સ્ટોર સિવાયની તમામ દુકાનોમાં બુધવારે કાલોલ નગરપાલિકા દ્વારા નંબરિંગના સ્ટીકર ચોંટાડી એકી અને બેકી સંખ્યા મુજબ દુકાન ખોલવાની સૂચના આપી હતી ગુરૂવારે રીક્ષા દ્વારા જાહેર સૂચના પણ કરવામાં આવી છે અને શુકવારથી એકી બેકીનો અમલ શરૂ કરવામાં આવશે જે મુજબ ૨૨ તારીખે શુક્રવારે બેકી નંબરિંગ ની દુકાનો સવારે ૮ થી ૪ સુધી ખુલશે તે સિવાય એકી સંખ્યાના નંબરિંગની તમામ દુકાન બંધ રહેશે. દરેક દુકાનદારે પોતાની દુકાનમાં આવતા ગ્રાહકો પાસે સોસિયલ ડિસ્ટન્સનો અમલ કરાવવાનો રહેશે તથા હેન્ડ સેનેટાઈઝર રાખવાનું તથા માસ્ક પહેરવાનું રહેશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here