કાલોલમાં રખડતા-ફરતા ચાર અને જાહેરનામાનો ભંગ કરી દુકાન ખોલતા એક સહિત કુલ પાંચની ધરપકડ….

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલીક જીવન જરૂરી ચીજ-વસ્તુ સિવાયની તમામ વસ્તુઓની ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે

કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે ગુજરાત સહીત પંચમહાલ જીલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૫૫ ઉપર પહોંચતા સરકારે પંચમહાલ જીલ્લાને રેડ ઝોનમાં મુકેલ છે અને જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલીક જીવન જરૂરી ચીજ-વસ્તુ સિવાયની તમામ વસ્તુઓની ખરીદી-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા બહાર નીકળવાના સમયે નાકમો ઢાંકીને માસ્ક પહેરવાનું ફરજીયાત કરેલ છે તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને વગર કારણે રખડતા ઢોરની જેમ આંટા ફેરા મારતા જોવા મળે છે અને પરવાનગી વગર દુકાન ખોલે છે.ગુરુવારે કાલોલ પોલીસ દ્વારા કોલેજ રોડ પર બે ભાઈઓ ઋષિકુમાર વ્યાસ અને રજતકુમાર વ્યાસની કોલેજ રોડ પાસેથી તથા ડેરોલ સ્ટેશન રોડ પરથી ભાવિક પટેલ અને પવન દરજીની કામ વગર લોકડાઉન દરમ્યાન આંટા મારતા ધરપકડ કરી હતી જ્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાંમા કૃપા પ્લાય વુડ નામની દુકાન પરવાનગી વગર લોકડાઉનમાં ખોલતા વિશાલકુમાર સુથારની ધરપકડ કરી જાહેરનામા ભંગ બદલ ચાર ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here