કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ નગરમાં સરકારની ગાઈડલાઈન મુજબ સોમવારથી વિવિધ મંદિરો અને મસ્જિદ ખુલ્લા જોવા મળેલ. જોકે રવિવારે કાલોલ પોલીસ સ્ટેશનમાં મંદિરના પૂજારી તથા ટ્રસ્ટીઓ વહીવટકર્તાઓની એક મીટિંગ બોલાવવામાં હતી અને મંદિરોમાં દર્શન સમય તથા મસ્જિદોમાં નમાજ સમયે સોશિયલ ડીસટન્સ જાળવણી કરવી તથા માસ્ક પહેરવું જેવી વિવિધ સૂચનાઓ આપવામાં આવેલ હતી. જોકે વૈષ્ણવ સંપ્રદાયની ગોવર્ધન નાથજીની હવેલીના યુવા આચાર્ય પૂજ્ય પા.ગૌ. શ્રી અભિષેક કુમાર મહારાજની સુચનાઓ મુજબ હાલની પરિસ્થિતીને અનુલક્ષીને તારીખ ૨૧ જૂન સુધી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવેલ છે.