કાલોલમાં પુરવઠા કૌભાંડના આરોપીના પત્નીને જ પુરવઠા નાયબ મામલતદારનો ચાર્જ સોંપાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો….

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

આ ચર્ચાએ જોર પકડતા વહીવટીતંત્રએ તાત્કાલિક રીતે હેતલબેનને મામલતદાર પુરવઠાને બદલે મધ્યાન ભોજન યોજનાના મામલતદાર તરીકે બદલી નાખી પોતાની ભૂલ સુધારી લીધી હોવાનું જાણવા મળેલ છે

કાલોલ તાલુકામાં ગત વર્ષે એપ્રિલ માસમાં નોંધાયેલ ફ. ગુના રજીસ્ટર નંબર ૩૬/૨૦૧૯ ના કામે રૂપિયા ૩.૪૪ કરોડનું સરકારી પુરવઠા નું અનાજ સગેવગે કરવામાં મુખ્ય આરોપીના સહભાગી એવા આરોપી નંબર 6 ચિંતન જયેશભાઇ પરમાર કે જેઓની સરકારી અનાજ સગેવગે કરવામાં સક્રિય ભૂમિકા હતી અને જેઓ ત્રણ માસથી વધુ સમય દરમિયાન જેલવાસ ભોગવી આવ્યા છે અને હાલમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં જામીન મુક્ત થયા છે સદર કૌભાંડનું ચાર્જશીટ થયા બાદ હાલ આ કેસ હાલોલના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં પુરાવા માટે છે પરંતુ લોકડાઉનને કારણે હાલ આ કેસ ન્યાય નિર્ણય માટે પડતર છે.આ કેસમાં સરકાર તરફથી ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ પણ લગાવવામાં આવી છે તે સંજોગોમાં આજરોજ સોમવાર પહેલી જૂનના રોજ કાલોલના નાયબ મામલતદાર પુરવઠા તરીકે ફરજ બજાવતા બી સી સોલંકીની જાંબુઘોડા ખાતે બદલી કરી અને તેમના સ્થાને હેતલબેન મકવાણાની કાલોલ ખાતે પુરવઠા મામલતદાર તરીકે નિમણૂક કરતા આશ્ચર્ય સર્જાયું છે સદર હેતલબેન પુરવઠા કૌભાંડના આરોપી ચિંતન પરમારના પત્ની થાય છે જેથી હાલ આરોપીઓનું મનોબળ ચરમસીમાએ છે વધુમાં આરોપીના સગાને નાયબ મામલતદાર બનાવવાથી વહીવટી તંત્ર એ ક્યાંક કાચું કાપ્યું હોય તેવું મનાઇ રહ્યું છે હાલના જિલ્લા પુરવઠા અધિકારી કદાચિત એ વાતથી અજાણ હોય પરંતુ કલોલ મામલતદાર કચેરી તથા તત્કાલીન જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન મકવાણા અને ચિંતન ભાઈ પરમાર હકીકતોથી સૂપેરે પરિચિત છે. વધુમાં કાલોલમાં કેટલીક દુકાનોનું સંચાલન પણ વિવાદાસ્પદ રીતે પુરવઠા કૌભાંડના આરોપી તથા આરોપીઓના સગા સંબંધીઓને ફાળવણી કરવામાં આવેલ છે જે પણ ઉચ્ચ અધિકારીઓની બેદરકારી દર્શાવે છે. આ કેસમાં પક્ષ તરફથી તપાસ અધિકારી સામે પણ ગંભીર આક્ષેપો થયેલ છે અને સરકારી અધિકારીઓને બચાવી માત્ર ખાનગી ઇજારેદાર અને ખાનગી માણસોને આરોપી બનાવ્યા હોવાના આક્ષેપો છે. હાલમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે આરોપીઓ પુનઃ સક્રિય થયા હોય અને કાલોલ પુરવઠા કચેરીનો વહીવટ ભુગર્ભમાં રહીને સંભાળી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સદર ચર્ચા જોર પકડતા વહીવટીતંત્રએ તાત્કાલિક રીતે હેતલબેનને મામલતદાર પુરવઠાને બદલે મધ્યાન ભોજન યોજનાના મામલતદાર તરીકે બદલી નાખી પોતાની ભૂલ સુધારી લીધી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here