કાલોલમાં નાના ભૂલકાઓએ ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર કરી દેશભક્તિનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતના ૨૦ વીર સૈનિકો શહીદ થયા છે સમગ્ર દેશનો રોષ ચીનાઓ પ્રત્યે ભભૂકી રહ્યો છે. ઠેરઠેર ચીનની વસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે કાલોલ કોલેજ રોડની હરીનગર સોસાયટીમાં રહેતા નાના-નાના માસુમ બાળકોએ ચીની બનાવટનાં રમકડાનો સ્વૈચ્છિક બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ નાના બાળકોએ સ્વયં પોતે બનાવેલા રમકડાંથી પોતે રમવાનું નક્કી કરી પોતાની મેળે પુઠા કાગળ વડે એ. ટી.એમ,ઘર,બાઈક, કાર, વિમાન, બોટ જેવા જુદા જુદા રમકડા બનાવી એક અનોખુ ઉદાહરણ પૂરૂ પાડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here