કાલોલમાં તમાકુ આધારિત બનાવટના વેચાણ કરતી દુકાનોમાં રેવન્યુ તલાટી દ્વારા ચેકિંગ હાથ ધરાયું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં લોકડાઉન અને લોકડાઉન બાદ પણ બીડી સિગરેટ ગુટકા તમાકુની બનાવટો મન ફાવે તેમ ભાવ વસૂલતા વ્યાપારીઓને નિયંત્રણમાં રાખવા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તરત જ વહીવટીતંત્ર એકશનમાં આવેલું ઉચ્ચ કક્ષાએથી મળેલ સૂચના મુજબ કાલોલ મામલતદાર દ્વારા કાલોલના રેવન્યુ તલાટી અને કસ્બા તલાટી મારફતે તથા કાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાલોલની તમામ જથ્થાબંધ તમાકુ અને બીડી સિગરેટ ગુટકાની દુકાનોમાં સર્વે કરી ચેકિંગ કરવામાં આવેલું સર્વેની કામગીરીમાં મુખ્યત્વે વેપારી પાસેથી તેઓની ખરીદ કિંમત તથા વેચાણ કિંમતની માહિતી લઈ તે અંગેનો પંચક્યાસ કરવામાં આવેલો. પરંતુ કોઇપણ વેપારી પોતાની સાચી વેચાણ કિંમત અધિકારીઓને જણાવેલ નહીં હોવાનું જાણવા મળેલ છે જેથી કરીને વેપારીઓ પર એક્શન લેવાનું ફારસરૂપ બને તેમ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here