કાલોલમાં ટ્યુશન આપવાની ના પાડનારને ઘાક ધમકી આપી મારામારી કરનાર વિરૂદ્ધ ફરિયાદ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર હવે શુભાલય સોસાયટીના રહીશ ચિરાગકુમાર અરુણભાઈ મેવાડા જેઓ ખાનગી નોકરી કરે છે અને તેઓના પત્ની જીગીશાબેન લેડિસ રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે અને સાથે-સાથે ધોરણ 8 થી 10 ના બાળકોને ગણિત અને વિજ્ઞાનનું પોતાની દુકાનમાં જ ટ્યુશન કરાવે છે. આ ટ્યુશન ક્લાસીસમાં કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે પીંગળી રોડ ઉપર રહેતા હિતેશભાઈ કટારીયાની પત્ની પોતાની છોકરીનું ધોરણ 10 નું ટ્યુશન કરાવવા માટે જીગીશાબેન પાસે ગયેલ જે ટ્યુશન કરાવવા માટે જીગીશાબેને ના પાડતા તેની અદાવત રાખી હિતેશભાઈ કટારીયાએ રવિવારે બપોરે સ્ટેશન રોડ ખાતે આવેલ દેવરાજ નાયરની દુકાન પાસે બીભત્સ, ગંદી ગાળો બોલી ઘોલઘાપટ કરી ધાકધમકીઓ આપેલ અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ચિરાગભાઈ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાલોલ પોલીસે હિતેશભાઈ કટારીયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here