કાલોલમાં ગુટકા પાન બીડી તમાકુના ભાવ ઘટતા વ્યસનીઓ માટે “અચ્છે દિન આવ્યા” હોવાની ચર્ચાઓ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલમાં છુટથી મળતી તમાકુ બનાવટની વસ્તુઓ એમ.આર.પી ની કિંમતે મેળવતા બંધાણીઓ…કલમ ની સરકાર ન્યુઝ ગ્રુપનો આભાર વ્યક્ત કરી રહ્યા હોવાની ચર્ચા

કાલોલ નગરમાં લોકડાઉન દરમિયાન મન ફાવે તેવા ભાવો લઈને તમાકુની બનાવટો પડીકી ,ગુટખા, બીડી, સિગરેટના થઈ રહેલા કાળા બજાર અંગે આજરોજ શનિવારે કલમ ની સરકાર ન્યુઝ પોર્ટલમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તેની અસર જોવા મળી હતી.

આજરોજ કાલોલની તમામ હોલસેલ દુકાનોમા મહત્તમ છૂટક વેચાણ કિંમત જેટલા જ ભાવે તમામ વસ્તુઓ મળતી થઈ અને તેના પરિણામે છૂટક દુકાનદારોએ પણ ભાવ ઘટાડી નાખતા વિમલની પડીકી જે ૨૦ અને ૩૦ રૂપિયા સુધી વેચાતી હતી તે ફક્ત ૫ રૂપિયામાં મળતી થઈ તે જ પ્રમાણે બીડી અને સીગરેટ, સોપારીના તથા તમાકુના ડબ્બાઓમાં પણ ભાવમાં પણ ઘટાડો થતો જોવા મળ્યો માવો બનાવનારા ગલ્લામાં પણ ભાવ ઘટતાં ખાનારા લોકોમાં અચ્છે દિન આવ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.જેને પરિણામે સિગરેટ ,તમાકુના વ્યસનીઓ અને રોજે રોજના બંધાણીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here