કાલોલમાં કોવિડ-૧૯ આર્મીની રચના અંતર્ગત તાલીમ લેવામાં ઠાગા થૈયા કરતા અગ્રણી શિક્ષક…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

આ આર્મીમાં જિલ્લાના શિક્ષકો, સંકલિત બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફરજ બજાવશે

તાલીમ અંગે વોટ્સએપ ગ્રુપમાં ભળતા મેસેજો મૂકી તાલીમ ટાળવા કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે શિક્ષકોને હેરાન કરવાનો ખોટા આક્ષેપ ઉભા કરવાના પ્રયત્ન..

પંચમહાલ જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો હજુ શરૂ થયો નથી પરંતુ અગમચેતી વાપરી આવી સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે પંચમહાલ જીલ્લામાં કોવીડ-૧૯ આર્મી બનાવવામાં આવી છે. આ આર્મીમાં જિલ્લાના શિક્ષકો, સંકલિત બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફરજ બજાવશે.
આ માટે જિલ્લાના 6,500 થી વધુ શિક્ષકો, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકર્તાઓને તાલીમ આપીને એક મજબૂત સપોર્ટ સ્ટાફ ઉભો કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સેના ઈન્ફેક્શન કન્ટ્રોલ, પ્રાયમરી નર્સિંગ સહિતની કામગીરી અને તે માટે રાખવાની થતી કાળજીઓ વગેરે બાબતોની તાલીમ મેળવશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પંચમહાલ જીલ્લાના દરેક ગામમાં ગ્રામ્ય યોધ્ધા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ગામના સરપંચ , તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવક, એક સામાજિક કાર્યકર અને શિક્ષકનો સમાવેશ થાય છે. આ અંગેની તાલીમ હાલમાં આપાઈ રહી છે ત્યારે આ તાલીમ અંગે વોટ્સએપ ગ્રુપ માં ભળતા મેસેજો મૂકી તાલીમ ટાળવા કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે શિક્ષકોને હેરાન કરવાનો આક્ષેપ કરી ને હમણાં જ એક અઠવાડિયા અગાઉ તાલીમ લીધી છે તો ફરી શેની તાલીમ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.અને તાલીમ બાદ ઘરે જતા શિક્ષકો ના વાહનો ડિટેન થવા નો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે ઉપરાંત ૫૦ વર્ષ ઉપર ની ઉંમર ના કોઈ શિક્ષકો ને તાલીમમાં લેવાના નથી તથા જેઓ તાલીમ લઈ ચુક્યા છે તેઓએ ભીડ કરવા ફરી તાલીમમાં આવવાની જરૂર નથી તેમ કહી રહ્યા છે. જેનો વિવાદ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here