કાલોલમાં કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળાનું વિતરણ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથી દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે ત્યારે કોરોના વાઇરસ કોવિડ 19 સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ અને ગજરાતમાં સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય પક્ષો સેવામાં આગળ આવી રહ્યા છે ત્યારે આજરોજ કાલોલ નગરપાલિકાના પ્રમુખ કીરીટભાઇ પટેલ પોતાના વોર્ડમાં સાથી કાઉન્સિલર પિંકેશ પારેખ દ્વારા રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળાનું સોસાયટીઓમાં ઘરે-ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પોતાના મત વિસ્તારનાં લોકોની ખબર પુછી કોરોના વાયરલ સામે સૌને સાથે મળીને પોતપોતાના વિસ્તારના ઘરમાં જ રહીને સહયોગી બનવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here