કાલોલમાં કોરોનાનો કહેર યથાવત… મલાવ ગામમાં ૪૮ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ, તાલુકામાં કુલ આઠ પોઝીટીવ કેસો નોંધાયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેરમાં બુધવારે બપોરે નવાપુરા વિસ્તારના ૭૧ વર્ષિય પ્રૌઢ પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બુધવારે સાંજે વધુ એક મલાવ ગામની ૪૮ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવતા તાલુકામાં સતત વધતા કેસોને પગલે ફફડાટ વધવા પામ્યો હતો. કાલોલના મલાવ ગામના ખડકી ફળિયાના ગત ગુરુવારે જ ૫૨ વર્ષીય માજી સરપંચને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ તેમના પત્નીને મકાઇ સંશોધન કેન્દ્ર – ગોધરા ખાતે કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે કવેરોન્ટાઈન દરમ્યાન લીધેલા તેમના સેમ્પલ અનુસાર સાતમા દિવસે બુધવારે સાંજે તેમની પત્નીનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સંક્રમણનની અસરને પગલે સમગ્ર મલાવ ગામમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત મહિલા દર્દીને મકાઈ સંશોધન કેન્દ્રમાંથી કોરોના સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ પોઝીટીવ રિપોર્ટ ધરાવતા તેમના પતિ વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ પત્નીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ મલાવ ગામના એક જ પરિવારના પતિ-પત્નીને કોરોના સંક્રમણની અસર વર્તાતા તંત્ર અને પ્રજાજનોમાં ખળભળાટ મચી ગયો હતો. આમ ગુરુવારે દિવસ દરમિયાન બે પોઝીટીવ કેસો સાથે કાલોલ વિસ્તારમાં કુલ આઠ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જોકે કાલોલ ખાતે નવાપુરા વિસ્તારમાં એક પોઝિટિવ કેસ થવાથી કોરન્ટાઈન કરવા માટે તે વિસ્તારમાં પતરા મારવાની કામગીરી ચાલુ કરેલ તે સમયે કેટલાક પરિવારો પોતાના મકાનો બંધ કરી આ વિસ્તારમાંથી બીજે જતા રહ્યા હોવાનું જાણવા મળેલ છે જેથી સંક્રમણની શક્યતા ઓ ખૂબ જ વધી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here