કાલોલમાં એક લાખની લોન માટે સહકારી બેંકો અને સોસાયટીઓમાં લોકોનો ઘસારો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા ની લોન આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ મંગળવારે લોકડાઉન ના નિયમો હળવા કરાતા લોકોએ આ લોન મેળવવા માટે સહકારી બેંકો અને સહકારી મંડળીઓ માં પૂછપરછ શરૂ કરી દીધી છે અને દરેક ને આ લોન મળશે તેવું માનીને દરરોજ સંખ્યાબંધ લોકો ફોન થી, રૂબરૂ માં ઓળખાણ વડે, સબંધ વડે લોન મેળવવા ભલામણ કરી રહ્યા છે એટલું જ નહીં સહકારી બેંકો- મંડળીઓ ના ડિરેક્ટરો સુધી લોન મેળવવા પહોંચી ગયા હોવાનું બહાર આવ્યું છે.કાલોલ ની ધી પંચમહાલ જીલ્લા કો.ઓપ બેંક માં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં થી લોકો આત્મનિર્ભર ગુજરાત સહાય ની લોન માટે આવી રહ્યા છે ત્યારે આ બેંક માં હજુ સુધી આ લોન નું કોઈ ફોર્મ જ આવ્યું નહિ હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત ધી.કાલોલ અર્બન કો ઓપ બેંક માં પણ ઘણા લોકો લોન મેળવવા માટે ખાતું ખોલાવવા પહોંચી ગયા હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં નાની નાની ક્રેડિટ સોસાયટીમાં પણ આવી લોન મળશે કે કેમ તેની પુછપરછ ચાલી રહી છે ત્યારે આજ રોજ શુક્રવારે રાજ્ય સરકારે સ્પષ્ટ કરેલ છે કે આ લોન આપવા નું જે તે સહકારી બેંક કે મંડળી નકકી કરશે તથા આ લોન માટે સહકારી સંસ્થા ને સરકાર કોઈ ભંડોળ આપશે નહીં એટલે કે સંસ્થાઓ એ પોતાના સ્વ ભંડોળ મા થી આ લોન આપવાની રહેશે તેને પરત લેવા માં સરકાર ની કોઈ જવાબદારી નથી આવી સ્પષ્ટતા થતા જ શુક્રવારે પૂછપરછ કરતા લોકોની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.હાલ આ લોન નું ફોર્મ પણ બહાર આવ્યું હોવાની વિગતો છે ત્યારે આ લોન ના વિવિધ મુદ્દે શ્રમયોગી નંબર નું કોલમ હોવાનું તથા મિલકત ના પુરાવા,આવક ના પુરાવા જેવી વિગતો માંગી છે. તે જોતા સરકારે યોજના જાહેર કરી પોતાની વાહવાહી કરી પણ સહકારી સંસ્થાઓ કે જે હાલ ખૂબ જ ડામાડોળ સ્થિતિ માં છે તે સંસ્થા ઓ ઉપર જવાબદારી નાખી દીધી છે સરકાર ફક્ત નિયમિત લોન ખાતા માં વ્યાજ ની રકમ ભરશે તે સિવાય કંઈ નહીં આમ સરેરાશ લોકો આ યોજના લોલીપોપ હોવાનું માનવા મજબૂર બન્યા છે એક સહકારી આગેવાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે સરકારે શા માટે આ યોજના માં પોતે સીધો ભાગ નથી ભજવ્યો કે રાષ્ટ્રીય કૃત બેંકો ને શા માટે બાકાત રાખી સહકારી સંસ્થા ઓ તેના પેટનીયમો મુજબ માત્ર સભાસદોને જ ધિરાણ કરે છે તેથી બીજા નાગરિકો(બિન સભાસદો) ને ધિરાણ થઈ શકે તેમ નથી. આમ કુલ મળી આ યોજના નો લાભ મોટી સહકારી સંસ્થા ના હોદેદારો ના વ્હાલા દવલા જ લઈ જશે તેવું જાણકારો નું માનવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here