કાલોલના સમા-જંત્રાલ રોડ ઉપર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલક નું મોત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના સમા ગામ થી જંત્રાલ તરફ ડામર રોડ પર રવિવારે સાંજ ના ૬ ના સુમારે સ્વીફ્ટ કાર નં જી.જે ૦૧ એચ.કયું.૩૭૫૮ નો ચાલક રોહિતભાઈ ગણપતસિંહ પરમાર રે.ભાદરોલી બુજર્ગ દેવપુરા ફળિયું તા કાલોલ એ પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારતા સ્ટીયરીંગ પર નો કાબુ ગુમાવી દેતા રોડ ની બાજુમાં ઝાડ સાથે અથડાઈ જતા માથામાં, શરીરે,દાઢી ના ભાગે ,પગમાં ગંભીર રીતે ઈજાઓ થતા કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા મુકામે રીફર કરાતા વડોદરા જતા રસ્તામાં જ મરણ પામેલ કાલોલ પોલીસે વિજયકુમાર ગણપતસિંહ ની ફરિયાદ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here