કાલોલના શક્તિપુરા વસાહત પાસેની નર્મદા કેનાલમાં હાલોલના એક વેપારીએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલોલના નાકોડા દર્શન સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એવા અશોકભાઈ મોતીલાલ શાહ શીવાની પોલીકેફના માલિક ઉ.વ.૪૨ આજે ગુરુવારે સવારે ધરેથી નીકળી ગયા હતા અને પરત ન ફરતા તેઓની શોધખોળ હાથ ધરી હતી તેવામાં તેઓના ભાઈને માહિતી મળી કે કાલોલ તાલુકાના શક્તિ પુરા વસાહત નર્મદા કેનાલ પાસે તેમની એકટીવા ચંપલ અને શર્ટ પડેલા છે તેથી તેઓના ભાઈ કાલોલ આવી તપાસ કરતાં આ કેનાલના પાણીમાં એક લાશ જોવા મળતા તેઓએ લાશ બહાર કઢાવી જોતા તેઓના ભાઈની હોવાનું જાણવા મળ્યું હતું જેથી કાલોલ પોલીસ મથકમાં જાણ કરી કોઈ અગમ્ય કારણસર કેનાલમાં પડી મરણ પામ્યા અંગેની જાણવા જોગ નોંધ કરી લાશને પીએમ માટે મોકલી કાલોલ પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here