કાલોલના વોર્ડ નંબર ત્રણમાં આવેલ કાછીયાવાડ પાસે ગટરલાઈનનું પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈન નું કામકાજ શરૂ કરેલ પરંતુ આજદિન સુધી આ ગટર લાઈન ચાલુ થયેલ નથી ગટરલાઈન કામકાજ દરમિયાન ઠેર-ઠેર પાણીની પાઇપો તૂટવાના બનાવો બનેલા.
કાલોલ નગરમાં કાછીયાવાડ પાસે ગટરલાઈન નું પાણી છેલ્લા ચાર દિવસથી લીકેજ થતા અસહ્ય ગંદકી અને દુર્ગંધવાળુ કાળુ પાણી આવી રહ્યું છે દરરોજ સવારે પાણી આવવાના સમયે આ ગટર લાઇન ખૂબ જ ઉભરાય છે અને આસપાસના દુકાનદારો અને રહીશો આ દુર્ગંધથી અને પાણી ઊભરાતા ગંદકી પરેશાન થઈ ગયા છે . એક સ્થાનિક દુકાનદારના જણાવ્યા મુજબ ઘણા ખરા લોકો એ ગેરકાયદેસર રીતે પોતાની ડયટના જોડાણ આ ભૂગર્ભ ગટર લાઈનમાં જોડી દેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.કાલોલ નગરપાલિકા દ્વારા આ લીકેજ શોધવા માટે પ્રયત્ન કરેલ હતો પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી સવારના સમય પાણી આવવાના સમયે ખૂબ જ ગંદકી થતી હોવાથી તાકીદે આ લીકેજ શોધવાનું કામકાજ થાય તેવી નગરજનોની માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here