કાલોલના માનવતા ચેરીટેબલ ટ્રસ્ટે 500 જેટલી અનાજની કીટનું વિતરણ કરી માનવતા મહેંકાવી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કોઈ પણ જાત પાતના ભેદભાવ વગર કીટ વિતરણ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું

કોરોના વાયરસની મહામારીના કારણે દેશ ભરમાં લાગેલા લોકડાઉનનો ચોથો તબક્કો જાહેર થતાં ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકો ભારે ચિંતામય બની ગયા હતા. ત્યારે ગરીબોના ધંધા રોજગાર બંધ હોવાથી આર્થિક રીતે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થાવની નેમ લેવામાં આવી હતી જેમાં આજરોજ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ જરૂરિયાત ચીજવસ્તુઓની 500 જેટલી કીટ તૈયાર કરી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મધ્યમ વર્ગના પરિવારને કોઈ પણ જાત પાતના ભેદભાવ વગર વિતરણ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું હતું. જેના થકી લોકડાઉનના કપરા સંજોગોમાં શ્રમજીવી પરિવારો માટે મોટી રાહત પહોંચી હતી. કોરોના વાયરસની ગંભીરતા જોતા હાલ લોકડાઉનના ચોથા રાઉન્ડમાં સાવચેતીના ભાગરૂપે વધુ સમય રહેતાં લોકોની હાલત કફોડી સ્થિતિ બની જેમાં દુકાળમાં અધિકમાસ જેવી થવા પામી છે. એવી કટોકટીના કાળમાં કાલોલ શહેરની કાલોલ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ તેમની ટીમ તેઓની મદદે આવ્યા છે તેમણે સોશ્યલ ડિસ્ટન્ટ અને સ્વાસ્થ્યની મર્યાદા જાળવી 500 જેટલી રાહત કીટ તૈયાર કરાવી હતી જેમાં જીવન જરુરિયાતની વસ્તુઓનો સમાવેશ કરાયો હતો. કાલોલ વિવિધ વિસ્તારના જરૂરિયાત મંદ પરિવારો એ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટના આ માનવતાવાદી કામગીરીને વધાવી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here