કાલોલના મલાવમાં એક બાવન વર્ષીય માજી સરપંચનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા ખળભળાટ…કાલોલ તાલુકામાં બીજા અઠવાડિયે ત્રીજો કેસ નોંધાયો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના દર્દી અને તેના પરિવારજનોના સંપર્કમાં આવેલા ઘણા બધા લોકોની શક્યતા હોવાથી કાલોલ તાલુકો ચિંતામાં…

કાલોલ તાલુકાના મલાવ ગામના એક સ્થાનિક બાવન વર્ષિય માજી સરપંચનો રિપોર્ટ કોરોના પોઝીટીવ હોવાનું ગુરુવારે સવારે પ્રકાશમાં આવતા સ્થાનિક મલાવ ગામમાં ખળભળાટ મચી ગયો હતો. જેમને કોરોના સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંદાજીત સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા મલાવ ગામના ખડકી ફળિયામાં રહેતા આ અસરગ્રસ્ત અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માજી સરપંચ ઉપરાંત ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો તેમની પત્નીના નામે હોવાથી સસ્તા અનાજની દુકાનનું સંચાલન તેઓ કરતા હોવાથી પાછલા અઠવાડિયે તેમના હાથે કરવામાં આવેલું સસ્તા અનાજનું વિતરણ, તદ્ઉપરાંત પાછલા ચાર દિવસમાં તેમનું સ્વાસ્થ્ય કથળતા તેમને સ્થાનિક એક ડોક્ટર પાસે અને વધુમાં કાલોલ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પણ બે વખત સારવાર લઈ દવા કરાવી હતી. આમ આ કોરોના અસરગ્રસ્ત દર્દી મલાવથી કાલોલ સુધી હરતા ફરતા અને ઉઠતા બેસતા હોવાથી પાછલા એક અઠવાડિયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા લોકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે અંતર્ગત તાલુકાના મલાવમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ગુરૂવારે સવારે તંત્રએ એક્શનમાં આવી જિલ્લા પ્રાંત અધિકારી સાથે કાલોલ આરોગ્ય વિભાગ, કાલોલ મામલતદાર, કાલોલ તાલુકા વિકાસ અધિકારી સહિત મલાવ ગામના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સંક્રમણને રોકવા માટે તાત્કાલિક અસરથી તકેદારીના જરૂરી પગલાં મુજબ આરોગ્ય વિભાગની ટીમોએ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો અંગે સર્વે હાથ ધરી ગામના અસરગ્રસ્ત વિસ્તારોને સીલ કરવાની તજવીજ હાથ ધરી હતી. આમ કાલોલ તાલુકામાં પાછલા દશ દિવસ દરમ્યાન દરમિયાન એરાલ, વેજલપુર અને મલાવ સાથે કોરોના પોઝીટીવના આ ત્રીજો કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો પગપેસારો થતાં તંત્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

કાલોલ તાલુકાના મલાવ ગામમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ મળી આવતા મલાવ ગામમાં ધાર્મિક શ્રદ્ધા કેન્દ્ર ગણાતા કૃપાલુ આશ્રમ અને કૃપાલુ સમાધિ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી ૩૦મી જૂન સુધી બંધ કરવાનું ટ્રસ્ટીઓએ જાહેર કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here