કાલોલના બજારોમાં નજર રાખનારાઓની રહેમ નજર હેઠળ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા…

કાલોલ,(પંચમહાલ)
પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

સદભાગ્યે કાલોલ નગર અને તાલુકામાં હજુ સુધી કોરોનાનો કોઈ જ કેસ નોંધાયો નથી પરંતુ આવી બેદરકારી ભારે નુકસાન કરી શકે..!!

વર્તમાન સમયમાં જો સુક્ષ્મ સ્વર સાંભળનાર યંત્ર દ્વારા નિરીક્ષણ કરવાંમાં આવે કે આજે ક્યાં શબ્દનો સૌથી વધારે ઉચ્ચારણ થઇ રહ્યો છે..!!? તો દુનિયાના ખૂણે-ખૂણામાંથી એક માત્ર કોરોના…કોરોનાની બૂમો સંભળાઈ આવે એમ છે… કારણ કે આજે વિશ્વના લગભગ માનવ જીવોમાં કોરોનાની દહેશત ઘર કરી ગઈ છે. તેમજ હાલ દુનિયામાં લાખો લોકો કોરોનાના સંક્રમણથી પીડાઈ રહ્યા છે જ્યારે કોરોનાના માનવભક્ષી ભરડાએ બે લાખથી પણ વધુ લોકોના જીવ લીધા છે. તેમછતાં અમુક માનવતા દુશ્મન એવા નાસમજ લોકો સુરક્ષા કવચ સમાન લોકડાઉનની પરિભાષા સમજવા તૈયાર નથી, અને જેમ મન ફાવે એમ ઘરની બહાર નીકળી સોશિયલ ડિસ્ટન્સનું ધરાર ઉલ્લંઘન કરતા રહે છે, આવો જ બનાવ કાલોલ નગરમાં સામે આવતા નગરના સભ્ય નાગરીમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. 

અમારા પ્રતિનિધિ થાકી મળતી માહિતી મુજબ કાલોલ નગરપાલિકા દ્વારા જાહેરાત કરી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ ચીજોના વેચાણ કરતી દુકાનો બંધ રાખવા તાકીદ કરી શુક્રવારે વીસ જેટલા વેપારીઓને દંડ ફટકારેલ પરંતુ ત્યારબાદ આ કામગીરી લગભગ બંધ કરી હોય તેવું જણાય છે. હાલમાં કાલોલના તમામ બજારો વહેલી સવારથી જ ખૂલી જાય છે અને તેમા દુકાનો,લારીઓમાં સોસીયલ ડિસ્ટન્સનો કોઈ અમલ કરવામાં આવતો નથી કાલોલ નગરના વેપારીઓ અને નાગરિકો એકબીજાને અડીને નજીક નજીકમાં ઊભા રહીને ખરીદી કરે છે સોસીયલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી જે તે દુકાનદારને માથે પાલિકાએ નાખી છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી. ભવિષ્યમાં લોકડાઉન ખુલવાનું થાય ત્યારે નગરજનોની આવી નિષ્ક્રિયતા નગરને ખૂબ જ મોંઘી પડી શકે છે. વધુમાં તમામ લોકો ભીડ એકત્ર કરી ઉભા રહેતા હોવાથી જાહેરનામાનો પણ ભંગ થતો હોય છે. સદભાગ્યે કાલોલ નગર અને સમગ્ર તાલુકામાં હજુ સુધી કોરોનાનો કોઈ જ કેસ થયો નથી પરંતુ આવી બેદરકારી ભારે નુકસાન કરી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here