કાલોલના નાદરખા પાસેથી આઠ લાખ રૂપિયાનો દારૂ સહિત ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડતી જીલ્લા LCB પોલીસ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા એલસીબી પી.આઈ ડીએન ચુડાસમાને ખાનગી બાતમીદાર મારફતે મળેલી બાતમી મુજબ ટ્રક નંબર જી.જે ૧૫ યુ યુ ૦૨૨૧ માં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલા ગોધરા તરફથી આવી રહી છે તેવી બાતમીના આધારે એલસીબી પીઆઇ તથા પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવતા કાલોલ તાલુકાના નાદરખા ત્રણ રસ્તા પાસે બાતમી મુજબ ની ટ્રક આવતા તેને અટકાવી તેની તપાસ કરતા તાડપત્રી નીચેથી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૨૦૨ પેટીઓ કુલ બોટલો ૮૫૯૨ જોવા મળેલ ડ્રાઇવર અબ્દુલ કાદિર અબ્દુલ રઉફ શેખ રે. સલોપટ તાલુકો ગાંગડ તલાઈ જિલ્લો વાંસવાડા રાજસ્થાન ને પકડી દારૂ ની કિંમત રૂ ૮,૧૬,૪૮૦/ટ્રક ની કિંમત રૃપિયા છ લાખ,તાડપત્રી રૂપિયા ૨,૦૦૦/, એક મોબાઇલ રૂપિયા ૧૦,૦૦૦/, રોકડા રૂપિયા ૩૧૭૦/ એમ મળી કુલ રૂપિયા ૧૪,૩૧,૬૫૦/ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે ડ્રાઇવરની પૂછપરછમાં આ જથ્થો જાબીર ખાન મકસુદખાન રહેવાસી સલોપટ તાલુકો ગાંગડ તલાઈ જિલ્લો વાંસવાડા એ ભરાવ્યો હોવાનું જણાવેલ છે તથા ટ્રક આપનાર અબ્દુલ સઈદ અબ્દુલ ગની શેખ રહેવાસી સલોપટ તાલુકો ગાંગડ તલાઈ જિલ્લો બાસવાડા હોવાનું જણાવેલ છે જેથી પોલીસે વેજલપુર પોલીસ મથકે પ્રોહીબીશન ની જુદી જુદી કલમો હેઠળ ત્રણ ઈસમો સામે ગુનો દાખલ ક રાવી ફરિયાદ નોંધાવી છે. આમ જિલ્લાની એલસીબી પોલીસે બુધવારે દારૂ અંગેનો ગણમાન્ય કેસ ઝડપી પાડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here