કાલોલના નવાપુરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, નગરમાં પાંચ કેસોનો અજગરી ભરડો, તાલુકામાં કુલ ૧૦ કેસો નોંધાયા.

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરના નવાપુરામાં શુક્રવારે સાંજે વધુ એક મહિલાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવતા નગરમાં છ દિવસોમાં પાંચ કેસો નોંધાતા નગરજનો ચિંતાતુર બન્યા હતા. નવાપુરામાં ચાલું અઠવાડિયે બુધવારે જ દરજી પરિવારમાં ૭૧ વર્ષિય પ્રૌઢનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જે અંતર્ગત તંત્ર દ્વારા અસરગ્રસ્ત દરજી પરિવાર સાથે સંપર્ક ધરાવતા પરિવારજનો સાથે સંબંધીઓને પણ ગોધરા સ્થિત મકાઈ સંશોધન કેન્દ્રમાં કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકીના અસરગ્રસ્ત દરજી પરિવારના ૫૦ વર્ષિય મહિલાનો રિપોર્ટ પણ શુક્રવારે સાંજે પોઝીટીવ આવતા નવાપુરા વિસ્તારમાં સંક્રમણનો ફફડાટ ફેલાયો હતો. જયારે અસરગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે કવેરોન્ટાઈન સેન્ટરમાંથી ગોધરા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે કાલોલ નગરમાં કોરોનાના સંક્રમણનો અજગરી પાશ જેવો ભરડો વધતા નગરમાં સંક્રમિત દર્દીઓના પાંચ કેસો નોંધાયા હતા. જે અંતર્ગત શનિવારે આરોગ્યની ટીમ દ્વારા અગાઉથી નવાપુરાના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોમાં વધુ સર્વેની હાથ ધરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અસરગ્રસ્ત દર્દીના પરિવારજનોને ગોધરા ખાતે કવેરોન્ટાઈન સેન્ટરમાં કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ સાથે કાલોલ નગરમાં પાછલા છ દિવસમાં કુલ પાંચ કેસો નોંધાતા સ્થાનિક લોકોમાં સંક્રમણનો ફફડાટ જોવા મળી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવાપુરામાં બે કેસો નોંધાયા હોવા છતાં પણ ગંભીરતા નહીં દાખવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર કરતા સ્થાનિક લોકો દ્વારા તકેદારી નહીં રાખવામાં આવે તો આગામી દિવસોમાં સંક્રમણ વધવાની શક્યતાઓ નકારી શકાય નહીં તેવી દહેશતનો આલમ છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here