કાલોલના દોલતપુરામાં સાફ સફાઇના અભાવે ગંદકીનું સામ્રાજ્ય…સ્થાનિક કોર્પોરેટરો સહિત પાલિકાના આંખ આડા કાન…!!

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના દોલતપુરા ગામમાં પાણીની ટાંકી પાસેના ગંદકીના ઢગલાની નગ્ન તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ

કલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૭ મા આવેલ દોલતપુરા ગામમાં છેલ્લા પંદરેક દિવસથી સાફ સફાઈ ન થવાથી ગંદકીના ઢેર જામેલા જોવા મળ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દસ પંદર દિવસથી નગરપાલિકા દ્વારા કચરો લેવા માટે કોઈ ટ્રેક્ટર કે કોઈ કર્મચારીઓ આવતા નથી અને તેને પરિણામે લોકોએ ફેકેલો કચરો એક જગ્યાએ એકત્ર થવાથી ગંદકી જામેલી છે. હાલમાં દોલતપુરા ગામમાં ભાથીજી મંદિરની પાસે આવેલી પાણીની ટાંકી પાસે કચરાના ઢગલા જોવા મળે છે લોકોના જણાવ્યા મુજબ સ્થાનિક ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર તથા તેમના પતિ આ રસ્તેથી દરરોજ પસાર થાય છે તેમ છતાં આ કચરો તેમને દેખાતો નથી કે આ કચરાના ઢગલા હટાવવાનું તેમને સૂઝતું નથી તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં ભાથીજી મંદિરના દર્શનાર્થે આવતા એકલ-દોકલ ભાવિક ભક્તજનોને પણ આ કચરાના ઢગલાને કારણે મોઢા પાસે હાથ મૂકીને ગંદકી સહન કરીને આવવાની ફરજ પડે છે. હાલમાં કોરોના વાયરસ નામની ગંભીર મહામારીની બીમારી ચાલી રહી છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા નિયમિત રૂપે આ વિસ્તારની સાફ-સફાઈ થાય અને પાણીની ટાંકી પાસે થયેલ ગંદકીના ઢગલા તાત્કાલિક દૂર થાય તેવીવી ગ્રામજનોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here