કાલોલના ડેરોલગામની સીમમાંથી રૂ.૨,૪૨,૫૩૦ના મુદ્દામાલ સાથે ૧૦ જુગારીયાઓ ઝડપાયા,ચાર ફરાર…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

લોકડાઉન દરમ્યાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નસ્તેનાબૂદ કરવાના જિલ્લા પોલીસના નિર્દેશ મુજબ કાલોલ પોસઈ એમ.એલ.ડામોરને મંગળવારે સાંજે મળેલી બાતમીના આધારે પોસઇ એલ એ પરમાર અને મહિલા પોસઇ કે. એચ કારેણાએ જરૂરી સ્ટાફ સાથે બાતમી સ્થળે પોલીસે રેઇડ મારતાં ડેરોલગામના સીમાડે ખુલ્લા ખેતરમાં કેટલાક જુગારીયાઓ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસને હાથે ઝડપાયેલા દશ જેટલા ખેલૈયાઓની તપાસ કરતા દાવ પર મુકવામાં આવેલા રૂ. ૧૨,૫૩૦, જુગારીયાઓની અંગ ઝડતીમાંથી ૮૬૩૦, ૬ નંગ મોબાઈલની અંદાજિત કિંમત રૂ. ૬૦૦૦ અને ૧૦ જેટલી મોટરસાયકલોની અંદાજિત કિંમત રૂ. ૨,૨૪,૦૦૦ મળી કુલ રૂ. ૨,૪૨,૫૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ એક તરફ કોરોના વાયરસની મહામારીને રોકવા માટે અમલમાં મૂકેલા લોકડાઉન દરમ્યાન સોશ્યિલ ડિસ્ટન્સની ધરાર અવગણના કરી ટોળું વળીને હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયેલા જુગારીયાઓ નામે ૧) રાજેશ પુરણભાઈ સોની (રહે. ડેરોલગામ) ૨) જનક ચંદુભાઈ પરમાર (રહે. ડેરોલગામ) ૩) નરવત રયજીભાઈ રાઠોડ (રહે. કાંકરના મુવાડા) ૪) જયેન્દર શુરવીરસિંહ પરમાર (રહે. ડેરોલગામ) ૫) રામાભાઈ ઈશ્વરભાઈ પરમાર (રહે. ડેરોલગામ) ૬) ખુમાન દિનેશભાઈ પરમાર (રહે. ગણેશપુરા, તા. સાવલી) (૭) નીતિન શનાભાઈ નાયક (રહે. ડેરોલગામ) ૮)દશરથ બકાભાઈ નાયક (રહે. ડેરોલગામ) ૯)પ્રવીણ રયજીભાઈ નાયક (રહે. ડેરોલગામ) ૧૦) પીયુષ પ્રતાપભાઈ બારીયા (રહે -ડેરોલગામ)ની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ઘટના સ્થળેથી નાસી જનારા ૧) કેયુર સુરેશભાઈ પારેલ (રહે -ડેરોલગામ ૨) સંજય ઉફેઁ લેલી નટુભાઈ પરમાર (રહે -ડેરોલગામ ૩) જીગ્નેશે ભાઈ પંડ્યા (રહે -ડેરોલગામ) ૪) મનસુખ કીરણભાઈ પરમાર (રહે -ડેરોલગામ) સામે કાલોલ પોલીસે જાહેરનામાનો ભંગ અને જુગાર ધારાના ગુન્હા હેઠળ ફરાર જુગારીયાઓને પકડવાના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here