કાલોલના ખાતે ગેરરીતિ કરનાર સરકારી દુકાનદારની દુકાનનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરતા ફફડાટ….

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના અંબાલા ગામમાં આવેલી સરકારી દુકાનના દુકાનદાર દ્વારા નિયત કરતા ઓછો જથ્થો આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યા બાદ ગ્રામજનોએ હોબાળો મચાવતા કાલોલના મામલતદાર પીએમ જાદવ તથા નાયબ મામલતદાર બી સી સોલંકી દ્વારા શુક્રવારના રોજ સ્થળ તપાસ કરી ગ્રાહકોના જવાબ લઈ પંચક્યાસ કરી જથ્થાનું વેરિફિકેશન કરી જથ્થામાં મોટેપાયે ધટ હોવાનું બહાર આવેલ જે અંગેનો વિસ્તૃત અહેવાલ નાયબ મામલતદાર પુરવઠા કાલોલ દ્વારા જિલ્લા કચેરી ખાતે મોકલી આપેલ જે અહેવાલ અનુસાર જિલ્લા પુરવઠા અધિકારીએ તા ૨૩/૦૫ ના રોજ પુરવઠા નિયમો મુજબ અંબાલા ગામ ના દુકાનદારનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેતા ગ્રામજનો ની રજુઆતને આધારે કાર્યવાહી થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે તથા છાશવારે ગ્રાહકોને ઓછુ આપતા વાજબી ભાવના દુકાનદારો માં ફફડાટ ફેલાઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here