કાલોલના કંડાચ ગામના યુવાનનું મોત થતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કાલોલમાં અંતિમવિધિ કરાવી

કાલોલ (પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે કાલોલ તાલુકાના કંડાચ ગામના નટવરસિંહ જશવંતસિંહ ગોહિલને ગુરુવારે સવારે ઉલટી થઈ હતી તેથી દેલોલ પ્રાથમિક કેન્દ્રમાં સારવાર અર્થે લાવતા શ્વાસ લેવામાં તકલીફ થતા મરણ થયું હતું જેથી તેઓની લાશને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકાની મેડીકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી. મરણ જનાર દેવિદયાલમાં નોકરી કરતા હતા અને તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી કે તેઓના ઘરે કોઈ કોરોના સંક્રમીત નહોતું તેમ છતાં પણ સાવધાનીના ભાગરૂપે કાલોલની આરોગ્ય ટીમ દ્વારા તેઓના પરિવાર ,ગામના આગેવાનો અને આરોગ્ય ટીમ સાથે વાટાઘાટો થતા તેઓને સમજાવી બપોર બાદ તેઓની અંતિમવિધિ કાલોલની ગોમા નદીના ખુલ્લા પટમાં કરવામાં આવી હતી જ્યાં તાલુકા હેલ્થ ઓફીસર મિનેશ દોશી સહિત ટીમ પી. પી.ઈ કીટ પહેરી હાજર રહી હતી ઉપરાંત કાલોલ પોલીસની ટીમ પણ હાજર રહી હતી.પી.પી.ઈ કીટ પહેરેલી આરોગ્યની ટીમ ની એમ્બ્યુલન્સ અને પોલીસ ટૂકડી સાથે મોટરસાયકલ પર પરિજનો કાલોલ બજાર મધ્યે થી પસાર થતા લોકો માં ભારે ચર્ચાઓ જામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here