કાલોલના ઉતરેડિયા ગામની સીમની ગોમા નદીમાં બેફામપણે ગેરકાયદે થતા રેતી ખનનને અટકાવવા પંચાયત તંત્રની માંગ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના ઉતરેડિયા ગ્રામ પંચાયત હદ વિસ્તારની ગોમાનદીમાં પાછલા ઘણા સમયથી બેફામપણે ગેરકાયદે તત્વો દ્વારા રેતી ખનન કરી રહ્યા છે. જેને કારણે નદી તટ વિસ્તારના બોર-કુવાના પાણીના તળિયા સાફ થઈ ગયા છે, જેને પગલે ખેતી અને પશુપાલનને ભુંડી અસરો થવા પામી છે. જે અંગે રેતી ખનન કરી જતા ગેરકાયદે તત્વોને રોકવા માટે સ્થાનિક પંચાયત તંત્ર દ્વારા જિલ્લા ખાણખનીજ વિભાગને વારંવાર રજુઆત કરવામાં આવી હતી તેમ જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાઓ લેવામાં નહી આવતા તાજેતરમાં પંચાયત વિભાગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા અને ભુસ્તર વિભાગ સુધી રેતી માફિયાઓને રોકવા માટે ઉચ્ચસ્તરીય રજુઆત કરી સમસ્યાના નિવારણ માટેની લોકમાંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here