કાલોલના અંબાલા ગામમાં સરકારી દુકાનદાર નિયત જથ્થો ન આપતો હોવાનો વિડીઓ વાયરલ થતા મામલતદાર તપાસ માટે પહોંચ્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એપ્રિલ ૨૦૨૦ માં પણ આ ગામની સરકારી દુકાનનો વિડીઓ વાયરલ થયો હતો પણ એ વખતે કોઈ કાર્યવાહી થઇ નહતી..

કોરોના મહામારી માં લોકડાઉન ની સાથે જ સરકારે એન.એફ.એસ.એ કાર્ડ ધારકોને મફત અનાજ નું વિતરણ સરકારી દુકાનો મારફતે કરેલ ત્યારબાદ ક્રમશઃ એ.પી.એલ તથા નોન એન.એફ.એસ.એ ના કાર્ડ ધારકો ને પણ મફત અનાજ વિતરણ ની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે લોકડાઉન સાથે જ એપ્રિલ ૨૦૨૦ માં કાલોલ ની અંબાલા ગામની સરકારી દુકાન ના સંચાલક દ્વારા વિવિધ બહાના હેઠળ ઓછું અનાજ અપાતું હોવાનો વિડીઓ ખૂબ વાયરલ થયો હતો તેજ દુકાનદાર દ્વારા હાલ માં પણ ગરીબો તથા જરૂરિયાતમંદો ને કાર્ડ દીઠ,વ્યક્તિ દીઠ મળવાપાત્ર કરતા ઓછો જથ્થો અપાતો હોવાનો વીડિયો પુનઃ વાયરલ થતા ગ્રામજનો ની ફરિયાદ થતા કાલોલ ના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા આ દુકાન ની સ્થળ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.નાયબ મામલતદાર નો સંપર્ક કરતા જવાબો પંચકેશ લેવાની તપાસ હાલ ચાલુ છે તથા કાલોલ મામલતદાર પણ તપાસમાં આવવા નીકળ્યા છે ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે ત્યારે વારંવાર આ ગામની દુકાન માં અનાજ ઓછું મળતું હોવાની ફરિયાદો બાદ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લઈ સરકારી યોજનાઓ નો નક્કર અમલ થાય તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here