કરજણ ડેમ ભર ઉનાળામાં 52.10% અડધા ઉપર થયો, ડેમમાં હાલમાં 47.90 % પાણી બચ્યું છે.

નર્મદા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

કરજણ ડેમ ભર ઉનાળામાં 52.10% અડધા ઉપર થયો,  ડેમમાં હાલમાં 47.90 % પાણી બચ્યું છે.

ભરઉનાળામાં સુકાતા પાકને બચાવવા ખેડૂતો ની માંગ વધતા કરજણ જળાશય યોજના ની જમણા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક અને ડાબા કાંઠાની નહેરમાં 450 ક્યુસેક મળી કુલ 520 ક્યુસેક પાણી છોડાયું.

ઉનાળુ પાક માટે ખેતીમાં પાણીની જરૂરિયાત વઘી.

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં ભર ઉનાળે કોરોના સંકટ અને ખેડૂતો માટે સિંચાઇ અને વીજ પુરવઠાની જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ અને તારણહાર બન્યું છે. ખેતરોમાં ઉભો મહામૂલો પાક ગરમીમાં પાણીના અભાવે સૂકાવા મળતા પાણી છોડવાની માગ વધી છે. તેથી ઉનાળુપાકને બચાવવા કરજણ ડેમ સત્તાવાળાઓએ કરજણ જળાશય યોજનાની જમણાકાંઠા ની કેનાલ અને હાઈડ્રોપાવર માં કુલ 520 ક્યુસેક પાણી છોડાયું છે કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલેના જણાવ્યા અનુસાર કરજણ જળાશય યોજનાની જમણા કાંઠાની કેનાલમાં 70 અને હાઈડ્રોપાવર માંથી ડાબા કાંઠાની કેનાલમાં પણ 450 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરી કુલ 520 ક્યુસેક પાણી છોડાયું છે. કરજણ ડેમની સપાટી હાલ 103.27 મીટર છે કરજણ ડેમનો લાઇવ સ્ટોરેજ જથ્થો 234.07 મિલિયન ઘન મીટર છે જ્યારે ગ્રોસ સ્ટોરેજ 258. 08  મિલિયન ઘન મીટર છે. કરજણ ડેમ ભર ઉનાળામાં 51.10% અડધા ઉપર ખાલી થયો છે જેમાં હાલ 47.80 ટકા પાણી બચ્યું છે.
કરજણ ડેમનો સ્મોલ હાઈડ્રોપાવર કરોનાના વીજ સંકટમાં સંકટમોચન પુરવાર થયો છે. બે મહિનામાં 4.40 મિલિયન કિલોવોટ વીજળી નું ઉત્પાદન. બીજી તરફ હાલ કોરોનામાં લોકડાઉનમાં વીજ વપરાશમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વીજળીની માંગ વધતી જતી હોય,હાલ કરણ ડેમનો સ્મોલ  હાઈડ્રોપાવર કોરોનાના સંકટમાં સંકટમોચન સામો  પુરવાર થયો છે. નાયબ કાર્યપાલક હાલે મહાલેના  જણાવ્યા અનુસાર હાલ કરજણ ડેમ ના કુલ 3 મેગાવોટ અને બે વીજ યુનિટોચાલુ છે તેમાં 450 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને 72000  યુનિટ રોજ નું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આવી જ ગેટકો અને વેચી સારી એવી આવક પણ મેળવી રહ્યું છે.
જેમાં છેલ્લા બે મહિનાથી હાઈડ્રોપાવર ધમધમતા હોવાથી એક મહિનામાં 2.20 મિલિયન કિલોવોટ વીજળી નો ઉત્પાદન મુજબ મે મહિનામાં 4.40 મિલિયન કિલોવોટ વીજળી નો ઉત્પાદન કરી ચૂક્યું છે જેનાથી સરકારને રોયલ્ટી પેટે અંદાજે 12 લાખની આવક થવા પામી છે.
આમ ભર ઉનાળામાં કોરોના સંકટમાં કરજણ ડેમ વીજળી, પીવાના પાણીની અને સિંચાઈની માં ઉપયોગી થતા કરજણ ડેમ સાચા અર્થમાં ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન પુરવાર થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here