કચ્છના ભચાઉ ખાતે કોમી એકતા સાબિત કરતા વિ.હી.પ પ્રમુખ તેમજ નગરપાલિકા પ્રમુખ…

ભચાઉ,(કચ્છ)
પ્રવાસી પ્રતિનિધિ

આમ તો કચ્છ પંથક કોમી એકતા માટે અગ્રેસર રહ્યું છે કચ્છ પંથકમાં અમુક બનાવોને બાદ કરતા ક્યારે પણ કોમવાદ જોવા મળ્યો નથી અહીંયા બધી કોમ નાં લોકો સાથે મળીને દરેક તહેવારો મનાવી રહ્યા છે માતાના મઢ નો અવસર હોય કે પછી હાજીપીરનો મેળો હોય તમામ કોમના લોકો ઉત્સવ સમજી ઉજવતા હોય છે. હાલ મુસ્લિમ સમાજનો ખાસ તહેવાર ઈદ હોય આ તહેવાર નિમિત્તે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી અવિનાશ જોશી મહારાજ દ્વારા નાની ચીરઇ ગામમાં સૈયદ લતીફશા હાજી અલી અકબર શાબાપુને સાલ ઓઢાડી ઈદની મુબારકબાદી આપી હતી. આ સન્માન સમયે ભચાઉ નગરપાલિકાના કાઉન્સિલર સૈયદ શેર અલી બાપુ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here