એપાર્ટમેન્ટની છત ઉપર…પાઉંભાજીનો પ્રોગ્રામ ભારે પડ્યો…

રાજકોટ,
પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

રાજકોટના અમીન માર્ગ, સૂર્યોદય સોસાયટીમાં આવેલા “કંકાવટી એપાર્ટમેન્ટ” ની છત ઉપર 7 લોકોએ પાવભાજીનો પ્રોગ્રામ કરી જાહેરનામાનો ભંગ કર્યો

હાલ વિશ્વ સ્તરે ફેલાઈ રહેલા કોરોના વાયરસને લઈને WHO સહીત સમસ્ત દેશની સરકારો ગંભીરતા પૂર્વક કાર્ય કરી રહી છે, તેમછતાં માનવભક્ષી એવા કોરોનાનો કહેર આજે માનવ શરીરને સુંઘતો-સુંઘતો દુનિયાના ખૂણે-ખૂણામાં પહોંચી ગયો છે. ભારતમાં પણ હાલ આથમતા સુરજની દરેક કિરણ દુઃખના સમાચાર મુકીને જાય છે જેના કારણે અંધકાર છવાતા પહેલા માનવ મસ્તકમાં બીકનો અંધકાર છવાઈ જતો હોય છે. આજે દેશ સહીત ગુજરાતભરમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને જીલ્લા પ્રસાશનને લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે અમલ થાય એની તકેદારી રાખવાની શરૂઆત કરી દીધી છે પરંતુ અમુક સમયે કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ અને સ્થાનિક તંત્ર લોકડાઉનની અમલવારી કરવા અનુરોધ કરે છે તેમ છતાં અમુક લોકો લોકડાઉનનું પણ પાલન નથી કરી રહ્યા જેને લઈને પોલીસ દ્વારા પણ આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે માનવ રક્ષાકવચ સમાન લોકડાઉનને અમુક લોકો ગંભીરતાથી નથી લઇ રહ્યા. આવી જ એક ઘટના રંગીલા રાજકોટમાં જોવા મળી છે. રાજકોટના માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા અમીનમાર્ગ પરના કંકાવટી એપાર્ટમેન્ટની છત પર 7 જેટલા ઈસમો પાઉભાજી ખાવાનો પ્રોગામ ગોઠવ્યો હતો.
પ્રોગામની જાણ માલવીયાનગર પોલીસને થતા તાત્કાલિક પોલીસ પોગ્રામના સ્થળે આવી પહોંચી હતી અને 7 લોકોની જાહેરનામાના ભંગ હેઠળના ગુન્હામાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here