એચએમપી ફાઉન્ડેશનના સહયોગથી લોક ડાઉન દરમિયાન ભરૂચ ખાતે કાર્યરત “ખીદમતે ખલ્ક” ચેરટીબલ ટ્રસ્ટની ઉમદા કામગીરી…

ભરૂચ,

પ્રતિનિધિ :- મલેક યસદાની

ખીદમતે ખલ્ક” ચેરટીબલ ટ્રસ્ટ દ્રારા ભરૂચ નગર ખાતે ૩૦૦ જેટલી અનાજ કીટનુ વિતરણ અને પ્રતિદિન ૯૦૦ જરૂરતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ

ભરૂચ ખાતે કાર્યરત અને  કોઈ પણ જાતના ભેદભાવ વગર માત્ર માનવસેવાના ઉદ્દેશથી રચાયેલ “ખીદમતે ખલ્ક” ચેરટીબલ ટ્રસ્ટ દ્રારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા અપાયેલ લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરતમંદોની વહારે આવી ૩૦૦ જેટલી અનાજની કીટ વિતરણ અને પ્રતિદિન ૯૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી કોરોના વાઈરસના સંક્રમણને રોકવા સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરાતા ધંધા રોજગાર સંપૂર્ણ ઠપ થઈ જતા રોજ કમાય ને રોજ ખાતા નાના ધંધાદારી તેમ જ શ્રમિકોને આર્થીક રીતે પડી ભાગતા કપરી પરીસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી વિકટ પરીસ્થિતિમા  કોઈ પણ જાતના ભેદભાવ વિના હંમેશા લોકસેવા માટે તત્પર રેહવા માટે જાણીતી સંસ્થા અને ભરૂચ ખાતે કાર્યરત ” ખીદમતે ખલ્ક”
માત્ર માનવસેવાના ઉદ્દેશથી રચાયેલ “ખીદમતે ખલ્ક”  ચેરટીબલ ટ્રસ્ટ દ્રારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા અપાયેલ લોકડાઉન દરમિયાન”એચએમપી ફાઉન્ડેશન”ના સહયોગથી ગરીબ અને જરૂરતમંદોની વહારે આવી ૩૦૦ જેટલી અનાજની કીટ વિતરણ અને ભરૂચના બરકતવાડ, માલીવાડ, પીરકાંઢી, લક્ષ્મીનગર, ઉડાઈ,વશીલા પ્રોજેક્ટ, ગૌષવાડ,કુંભારીયા ઠોળાવ વગેરે વિસ્તારોમા કોઈ પણ જાતના નાતજાત કે ધર્મના ભેદભાવ વિના રાત દિવસ પ્રતિદિન ૮૦૦ થી ૯૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવી રહ્યુ છે ઉપરાંત “ખીદમતે ખલ્ક” ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાસીન દાદાભાઈએ જણાવ્યુ હતુ કે ભરૂચ જીલ્લાના “Blinds” લોકો કે જે ખીદમતે ખલ્ક ચેરટીબલ ટ્રસ્ટ તથા ધી વેલ્ફર સોસાઈટી યુકે દ્રારા ચલાવવામા આવતા કોમ્પ્યુટર સેન્ટર અને મસાજ સેન્ટરમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત ૭૦ જેટલા કુંટુબોને અનાજની કીટ આપવામા આવી હતી.
સાથે સાથે લોક ડાઉન દરમિયાના પવિત્ર રમઝાન માસમા ગરીબ અને જરૂરીયાતમંદોને ફળ તેમ જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઘરે પોહચાડવામા આવી રહી છે તદઉપરંત આ કપરા સમયમા લોક સેવાના કાર્યોમા લાગેલ સંસ્થાઓમા કમ્પ્યુટરને લગતી કોઉ પણ સમસ્યા હોય તો રીપેરીંગ કરી વિના મુલ્યે સેવા પુરી પાડવામા આવી રહી છે.
આ માનવ સેવાને લગતા કાર્યને પુરૂ પાડવા રોશન પાર્ક,નેશનલ પાર્ક તથા બાયપાસના યુવાનો માસ્ક,હેન્ડ ગ્લબ્ઝ જેવા સુરક્ષના સાધનોના ઉપયોગ સોશ્યલ ડીસ્ટન્ટ અને સરકારના દિશા નિર્દેશોના ચુશ્ત પાલન સાથે ઉભા પગે કાર્યમા જાડાઈ આ માનવતાના કાર્યમા અમુલ્ય યોગદાન પુરૂ પાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here