એક એવી શ્રધ્ધાંજલિ કે જેને નીહાળીને યમરાજની સન્માનીય નજરો પણ ઝુકી ગઈ હશે…!!

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

વકીલ અનોપસિંહ સોલંકીએ તેમના પુત્રના અવસાન બાદ શ્રધ્ધાજલી રૂપે કરિયાણાની કીટ વહેચી પુત્રની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી

કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે.ત્યારે દેશવ્યાપી લોકડાઉનનાં કારણે ગરીબ ગભરૂ પરિવારો માટે પેટીયુ રળવૂ મૂશકેલ બની ગયું છે. આવા કપરા સમયમાં શહેરા તાલૂકાના સલામપુરા ગામના એડવોકેટ અનોપસિહ સોલંકીના પુત્રનૂ અકાળે અવસાન થતા પરિવાર સહિત સ્નેહીજનોમાં પણ આઘાત સરી પડ્યો હતો. એવામાં અનોપસિંહ દ્રારા પુત્રના આત્માને શાંતિ મળે એવા શુભ આશયે શ્રધ્ધાજંલીના ભાગરૂપે સેવાકાર્ય કરવાનૂ નક્કી કર્યૂ હતું અને હાલમાં કોરોનાના કારણે થયેલા લોકકાઉનને લઈને ગરીબ અને જરૂરિયાત લોકોના ધંધા રોજગારને પણ અસર પહોચી રહી છે. જેને ધ્યાનમાં લઈને વકીલ અનોપસિંહએ સલામપુરા ગામના જરૂરિયાતમંદ ગરીબ લોકોની યાદી બનાવીને રાશનકીટ આપવાનૂ નક્કી કર્યૂ હતું ત્યારબાદ અનોપસિંહના પરીવારના સભ્યો દ્રારા સલામપુરા ગામના ગરીબ પરીવારોને અનાજની સાથે કરિયાણાની કીટનુ વિતરણ કરવામા આવ્યુ.

અત્રે નોધનીય છે કે આ પહેલા પણ વકીલ અનોપસિંહએ પોતાના પિતાના બેસણામાં આવેલા સગાસબંધીઓને વિવિધ ફળફૂળના છોડનૂ વિતરણ કરીને શ્રધ્ધાજંલી પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here